રીબડાના ફાયરીંગ પ્રકરણમાં હાર્દિકસિંહ જાડેજા સહિત ત્રણ શખ્સોની શોધખોળ : રૂરલ એલસીબી, એસ.ઓ.જી. તથા સ્થાનીક પોલીસની ટીમો દ્વારા પગેરૂ દબાવવા કવાયત.

Loading

ગોંડલના રીબડામાં અનિરૂધ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર થયેલ ફાયરીંગ પ્રકરણમાં ફાયરીંગ કરનાર બે શખ્સો અને ફાયરીંગની જવાબદારી સ્વીકારનાર હાર્દિકસિંહ જાડેજાની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ય વિગતો મુજબ રીબડામાં અનિરૂધ્ધસિંહ જાડેજાના ભત્રીજા જયદીપસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ઓફિસમાં બાઈકમાં ધસી આવેલા બે અજાણ્યા શખ્સો ફાયરીંગ કરી નાસી છૂટયાહતાં. આ ઘટના બાદ પેટ્રોલ પંપના કર્મચારીએ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. બીજીબાજુ આ ઘટના બાદ હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજા રે. મુળ અડવાલ હાલ રાજકોટએ રીબડાના પેટ્રોલ પંપ ઉપર પોતે ફાયરીંગ કરાવ્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.

દરમિયાન ફાયરીંગ કરાવનાર હાર્દિકસિંહ જાડેજા અને ફાયરીંગ કરનાર બે શખ્સોને ઝડપી લેવા રૂરલ એસ. પી. હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ રૂરલ એલસીબી, એસઓજી તથા સ્થાનીકપોલીસ સહિતની અલગ અલગ પાંચ ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કાયરીંગ કરનારબે શખ્સો રાજકોટથી રીબડા આવ્યાનું અને રીબડાથી પરત રાજકોટ ગયાના સીસીટીવી ફૂટેજ મળ્યા છે જો કે, બન્નેની ઓળખ મળી નથી.રૂરલ પોલીસની અલગ અલગ ટીમોએ હાર્દિકસિંહ જાડેજા સહિત ત્રણેય શખ્સોને ઝડપી લેવા દોડધામ આદરી છે.

error: Content is protected !!