જેતપુર: ચીકલીગર ગેંગના ત્રણ ઇસમોને ઝડપી પાડતી LCB રાજકોટ રૂરલ.
જેતપુર શહેર, ઉપલેટા શહેર, ધોરાજી શહેર તથા ગોડલ શહેર વિસ્તારમા થયેલ ધરફોડ તેમજ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલી ચીકલીગર ગેંગના ત્રણ ઇસમોને પકડી પાડી રોકડ રૂ. ૧,૮૦,૦૦૦/- તથા સોનાના દાગીના ફોરવ્હીલ કાર મળી કુલ મુદામાલ કી.રૂ. ૫,૮૦,૧૫૦/- નો પકડી પાડતી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય
વી.વી. ઓડેદરા, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી., રાજકોટ ગ્રામ્ય, રાજકોટ દ્વારા મીડિયા ને આપેલ પ્રેસનોટ નીચે મુજબ છે.
રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા મિલકત સંબંધી ધરફોડ ચોરીના મોટર સાયકલ ચોરીઓના અનડીટેક ગુના શોધી કાઢવા આપેલ સુચના અન્વયે,
એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પો. સબ ઇન્સ. એચ.સી. ગોહીલ રાહબરી હેઠળ એલ.સી.બી પો.સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ચોરીના અનડીટેક ગુનાઓ શોધી કાઢવા સારૂ પ્રયત્નશીલ હોય,
તે દરમિયાન એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પો.હેડ.કોન્સ. નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, દિવ્યેશભાઈ સુવા, હરેશભાઈ પરમાર, પો.કોન્સ. મીરલભાઈ ચંદ્રવાડીયાને સંયુક્ત બાતમી હકિકત આધારે જેતપુર શહેર ખીરસરા રોડ ઉપરથી સીકલીગર ગેંગના ત્રણ સભ્યો મળી આવતા,
તુરતજ પોકેટકોપ ઇ-ગુજકોપની મદદથી ત્રણેય ઓપીનો ગુનાહીત ઇતીહાસ તથા ફોરવ્હીલ કાર ના નંબરની ચકાસણી કરી. ફોરવ્હીલ કાર તેમજ રોકડ રૂપીયા, સોનાના દાગીના, મોબાઈલ સહીત કુલ મુદામાલ કી.રૂ. ૫,૮૦,૧૫૦/- નો પકડી પાડવામાં આવેલ.
પકડાયેલ આરોપીઓ: 1. ભારતસીંગ ઉર્ફે ગુડ્ડ સ.ઓ. જીતસીંગ લેનાસીંગ ટાંક, જેતપુર, તા. જેતપુર, જી.રાજકોટ,
2. તુફાનસીંગ ઉર્ફે દીપકીસીંગ સ/ઓ.ગુરૂબચ્ચનસીંગ લેણાસીંગ જુની, રહે.ખેરાલુ, તા. ખેરાલુ, જી.મહેરાણા,
3. સતપાલસીંગ ક્રિપાલસીંગ જણી, રહે. સતલાસણા, તા. સતલાસણ જી.મહેસાણા
પકડવાના બાકી આરોપીઓ: 1. કરતારસીંગ ઈસ્વરસીંગ ટાંક, રહે. મુળ મહેમદાવાદ ખેડા હાલ રહે. મંડાર તા. મંડાર રાજસ્થાન. 2. મનજીતસીંગ ધરમસીંગ જુની, રહે. દાંતીવાડા જી. બનાસકાંઠા ગુજરાત.
કબ્જે કરેલ મુદામાલ: (૧) રોકડ રૂપીયા ૧,૮૦,૦૦૦/-, (૨) સોનાના દાગીના કુલ કી.રૂ. ૯૦,૦૦૦/-, (૩) સ્વીફ્ટ ફોર વ્હીલ કાર નંગ -૧ કી.રૂ. ૩,૦૦,૦૦૦/-, (૪) ચોરી કરવા માટેના સ્ક્રુ ડ્રાઈવ વી. કી.રૂ. ૧૫૦/-, (૫) ફોન નંગ-૧ કી.રૂ. ૧૦,૦૦૦/- કુલ મુદામાલ કી.રૂ. ૫,૮૦,૧૫૦/-
કામગીરી કરનાર ટીમ: રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એચ.સી. ગોહીલ તથા એ.એસ.આઇ. બાલકૃષ્ણભાઈ ત્રીવેદી, અનીલભાઈ, બડકોદીયા, રવીદેવભાઇ બારડ, રોહીતભાઈ બકોત્રા, વકારભાઈ આરબ, અમીતભાઈ પટેલ, શક્તીસીંહ જાડેજા, વિજયસીંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ. નિલેશભાઈ ડાંગર, દિવ્યેશભાઈ સુવા, રાજુભાઈ સાંબડા, હરેશભાઈ પરમાર, અરવિદસીંહ જાડેજા, કૌશીકભાઈ જોશી, મનોજભાઈ બાયલ, પ્રણયભાઈ સાવરીયા, રસીકભાઇ જમોડ, ધનશ્યામસીંહ જાડેજા, તથા પો.કોન્સ. પ્રકાશભાઈ પરમાર, મેહુલભાઈ સોનરાજ, ભાવેશભાઈ મકવાણા, મીરલભાઈ ચંદ્રવાડીયા, વિજયભાઈ સીંહાર, મહીપાલસિંહ ચુડાસમા, ડ્રા.એ.એસ.આઇ. રઝાકભાઇ બીલખીયા તથા ડ્રા.પો.કોન્સ. અબ્દુલભાઈ શેખ, દીલીપસીંહ જાડેજા, અનીરૂધ્ધસીંહ જાડેજા.
દિનેશ રાઠોડ દ્વારા:-જેતપુર