ગોંડલ સ્વર્ગસ્થ પુત્ર ની સ્મૃતિ માં સરકારી શાળા નં.7 ના ધોરણ 6,7 અને 8 ના તમામ વિધાર્થીઓને શૈક્ષણિક કીટ અને સ્વાદિષ્ટ બિસ્કિટ ની આપી ભેટ.
શ્રી ભગવતભૂમિ ગોંડલ ના રહેવાસી વિષ્ણુભાઈ જયશંકર ટીંબડેવાલા પરિવારના સ્વર્ગસ્થ પુત્ર ચી.મોહિત વિષ્ણુભાઈ ટીંબડેવાલા ના જન્મદિવસ ની સ્મૃતિ માં પરિવારજનોએ ગોંડલ ની સરકારી શાળા નં 7 ના ધોરણ 6,7 અને 8 ના તમામ વિધાર્થીઓને ડોમ્સ ની શૈક્ષણિક કીટ અને સ્વાદિસ્ટ બિસ્કિટ ના પેકેટ ની ભેટ વિષ્ણુભાઈ મારવાડી,ૠષિભાઈ પંડયા,સમાજસેવી હિતેષભાઇ દવે અને આર.ડી.મહેતા નિવૃત ચીફ એન્જી.લોકેશભાઈ પઢિયાર ગોંડલ ના શુભ હસ્તે ભેટ આપવામાં આવી.
આ તકે સમાજસેવી હિતેશભાઈ દવે એ ઉપસ્થિત વિધાર્થીઓને સુખી અને ઉજ્જવળ જીવન જીવવા માટે ઉચ્ચ શિક્ષણ અને નિયમિત શાળામાં અભ્યાસ કરવા આવવાની ઉપયોગિતા વિશે જણાવ્યું.રોહિતભાઈ મહેતા એ વિધાર્થીઓને દરરોજ માતા પિતા અને ગુરુ ને પગે લાગવા સલાહ આપી.ભેટ ના દાતા વિષ્ણુભાઈ એ વિધાર્થીઓને ખૂબ અને સારું ભણવા અને સારા માણસ બનવા શુભકામનાઓ પાઠવી.
શાળા ના આચાર્ય ચાંદની બહેન એ બાળકોને ઉપયોગી ભેટ આપવા બદલ દાતા અને મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.સમગ્ર કાર્યક્રમ નું સુંદર સંચાલન ધર્મેશભાઈ કોઠારી અને વિધાર્થીઓ એ કર્યું હતું.
વિષ્ણુભાઈ ટીંબડેવાળા એ સ્વ. પુત્ર ચી.મોહિત ના જન્મ દિવસ ની યથાર્થ ઉજવણી કરી ઉમદા શ્રદ્ધાંજલિ અર્પણ કરતા સમાજસેવી હિતેશભાઈ દવે એ તેમજ શાળા પરિવાર દ્વારા વિષ્ણુભાઈ ટીંબડેવાલા પરિવાર અને ઋષિભાઈ પંડયા ને તેમના અભિગમ બદલ આભાર વ્યક્ત કરેલ હતો.