ગોંડલના ત્રાકુડામાં પૂર્વ તલાટીએ સત્તાનો દુરુપયોગ કરી લાખો રૂપિયાની સરકારી જમીન વેચી રૂ. ૭૦ લાખ નો આર્થિક લાભ મેળવ્યો.
ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે પૂર્વ તલાટી મંત્રી દ્વારા સરકારી જમીન વેચા મારવાના કૌભાંડમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વર્તમાન તલાટી ભાવેશભાઈ ઉદેશી દ્વારા પૂર્વ તલાટી ધર્મેશ રત્નાભાઇ હાપલિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પૂર્વ તલાટી ધર્મેશ હાપલિયા દ્વારા પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને સરકારી જમીન બારોબાર વેચી નાખી હતી.સરકારી કર્મચારીએ પોતાના હોદાનો દૂર ઉપયોગ કર્યો પ્રતિ ચોરસ મીટર ૧૧૦૦ લેખે અંદાજિત ૭૦ લાખ રૂપિયાની જમીન વેચી નાખવામાં આવી હતી.. ભારતીય દંડ સંહિતાની અલગ અલગ કલમો હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સરકારી કર્મચારીએ પોતાના હોદાનો દૂર ઉપયોગ કરી સરકારી જમીન બારોબાર વેચી નાખી સહિતની અલગ અલગ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
તાલુકા પોલીસ દ્વારા ધર્મેશ હાપલિયાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પૂર્વ તલાટી ધર્મેશ હાપલિયાની સાથે અન્ય કોણ કોણ હતા? તે બાબતે પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે.
વર્તમાન તલાટી ભાવેશભાઈ ઉદેશીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ત્રાકુડા ગ્રામ પંચાયત (તા.ગોંડલ) ખાતે તલાટી ક્રમ મંત્રી તરીકે તા-૦૧/૦૮/૨૦૨૪થી ફરજ બજાવું છું. અને મેં ત્રાકુડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો તે પહેલા ધર્મેશભાઈ રત્નાભાઈ હાપલિયા તા-૧૬/૦૧/૨૦૨૧ થી તા-૩૧/૦૭/૨૦૨૪ સુધી તલાટી કમ મંત્રી તરીકે ત્રાકુડા ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા હતા.
૦૧/૦૮/૨૦૨૪થી મેં ત્રાકુડામાં તલાટી કમ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો હતો.
અખબારોમાં ત્રાકુડા ગામ તળ પ્લોટ વેચાણના કથીને જમીન કોભાંડ બાબને ન્યુઝ પ્રસિધ્ધ થયેલ હોય જે અનુસંધાને તાલુકા વિકાસ અધિકારથી ગોંડલનાઓએ ક્રમાંક:- જા.નં.જમન/વશી/૬૩૫ થી ૬૩૭/૨૦૨૫ તા-૧ ૯/૦૭/૨૦૨૫થી ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે નવા ગામતળની જમીનના પ્લોટોના વેચાણ બાબતે થયેલ ગેરરીતી અનુસંધાને જવાબદાર તલાટી કમ મંત્રી વિરૂધ્ધ ફોજદારી કાર્યવાહી કરવા અમોને અધિકૃત કરવામાં આવેલ હોય જે અન્વયે જણાવવાનું કે, અમો તા-૦૧/૦૮/૨૦૨૪થી ત્રાકુડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળેલ છે.
ગઇ તા. ૧૫/૦ ૭/૨૦૨૫ના રોજ ગ્રામ પંચાયત ખાતે ગામ નમુના નંબર ૨નું રેકર્ડ જોતા સમયે ગામ નમુના નં.૨-૨મા ક્રમ નં. ૭૧૩થી ક્રમ નં. ૭૪૪ સુધીની નોંધમા મંજૂરીના લખાયેલ હુકમના કોલમમાં મંજુરી આપનાર અધિકારીનો હોદો તથા હુકમ નંબ૨ લખેલ હોય પરંતુ તેમા તારીખ લખેલ ન હોય તેમજ રેકર્ડ ફાઇલમાં ગામ નમુના નં.૨માં નોંધ થયેલ મિલ્કતોનો લે-આઉટ પ્લાન ફાઇલમાં ન હોય, જેથી શંકા જતા અમોએ નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત રાજકોટને આ બાબતે યોગ્ય તપાસ કરવા તા. ૧૬/૦૭/૨૦૨૫થી પત્ર મોકલાવેલ હતો.
તા.૧૯/૦૭/૨૦૨૫ના રોજ વડી કચેરીએ ગ્રામ પંચાયત ત્રાકુડાના રેકર્ડ સાથે બોલાવી અમોને રેકર્ડ ચકાસણી કરવાનું જણાવતા જે રેકર્ડ ચેક કરતા જેમાં ત્રાકુડા ગામે સ.નં.૯૧ પૈકીની જમીનમાં સને-૨૦૦૮ માં પ્રાંત અધિકારી ગોંડલ દ્વારા ૧૦૦ ચો. વાર મફત રહેણાંક હેતુ માટે પ્લોટ ફાળવવા કુલ એ, ૫-૦૦ ગુંઠાનું નવુ ગામતળ નીમ થયેલ હોય જેમાં તાલુકા પંચાયત કચેરી દ્વારા સદરહું નીમ થયેલ નવા ગામતળની જમીનમાં ૧૦૦ ચો.વાર મફત રહેણાંક હેતુ પ્લોટ માટેનો લે-આઉટ પ્લાન મંજુર કરવામાં આવેલ ન હોય તેમ છતા પુર્વ તલાટી કમ મંત્રી ધર્મેશભાઈ હાપલીયાએ તેઓની ત્રાકુડા ગામેની તલાટી કમ મંત્રી તરીકેની ફરજ દરમ્યાન સક્ષમ સનાધિકારીની કોઈપણ પ્રકારની પુર્વ મંજૂરી લીધા વિના મનસ્વી રીતે ગામતળમાં જાહેર હરરાજીની પ્રક્રિયા કર્યા વિના આસામીઓ જેમા ગામ નમુના નંબર-૨ માં ક્રમ નંબર-૭૧૪ નામ ફિરોજ અયુબભાઇ મુંગા તથા ક્રમ નંભર-૩૧૫ના મેં હમીદભાઇ અયુબભાઈ ગુંગા તથા ક્રમ નંબર-૭૧૬ નામ ઇકબાલ ડેલા તથા ક્રમ નંબર-૭૧૭ નામ ઇરફાનીબેન હનીફભાઈ ડેલા તથા ક્રમ નંબર-૭૧૮ નામ ઈસ્માઇલભાઈ મામદભાઈ ડેલા તથા ક્રમ નંબર-૭૧૯ નામ જાહિદાબેન અબ્દુલ ડે લેા નથા ક્રમ નંબર-૭૨૦ નામ જાહિદાબેન અબ્દુલ ડેલા તથા ક્રમ નંબર-૭૨૧ નામ જમીલાબેન ઇલીયાસભાઈ ડેલા નથા ક્રમ નંબર-૭૨૨ નામ આયબેન આદમ ડેલા તથા ક્રમ નંબર-૭૨૩ નામ અશરફ અબ્દુલ તથા ક્રમ નંબર-૭૨૪ નામ નીલેશભાઇ સુખદેવભાઇ પંચાસરા તથા ક્રમ નંબર-૭૨૬ નામ રોહિત સુખદેવ પંચાસરા તથા ક્રમ નંબર-૭૨૭ નામ ઈમરાન ભાઇ હારૂનભાઈ દોઢીયા પ્લોટ નં. ૧,૨,૩,૪,૨૧, ૨૨,૨૩, ૨૪ (કુલ ક્ષેત્ર-૧૨૮૬ ચો.મી.) એમ કુલ ૪(આઠ) પ્લોટો ત પા ક્રમ નંબર-૭૨૮ નામ પ્રથમ પટ્ટે રાખનાર ભીખાભાઈ ચકુભાઈ ભુંડીયા પ્લોટ નં.૫, ૬, ૭,૮,૧૭, ૧૮, ૧૯, ૨૦ (કુલ ક્ષેત્ર-૧૨૮૨ ચો.મી.) એમ કુલ ૮ (આઠ) પ્લોટ તથા ક્રમ નંબર-૭૨૯ નામ મેહબુબભાઈ કાસમભાઈ કેડા તથા ક્રમ નંબ ૨-૭૩૦ નામ ફિરોજભાઈ અયુબભાઈ ગુંગા તથા ક્રમ નંબર-૭૩૧ કાસમ હાજી દોઢીયા તથા ક્રમ નંબર-૭૩૨ નામ સા જીતભાઈ હાજીભાઈ દોઢીયા તથા ક્રમ નંબર-૭૩૩ નામ આસીફભાઈ હાજીભાઈ દોઢીયા તથા ક્રમ નંબર-૭૩૪ નામ કો સમભાઈ જુમ્માભાઇ કૈડા તથા ક્રમ નંબર-૭૩૫ નામ સુખદેવભાઈ ભીમજીભાઈ પંચાસરા તથા કેમ નંબ૨-૭૩૬ નામ અ જદુલભાઇ સુલેમાન દોઢીયા તથા ક્રમ નંબર-૭૩૭ નામ તૈયબભાઈ અલીભાઈ કેડા તથા ક્રમ નંબર-૭૩૮ નામ ઇમરાન હારૂન દોઢીયા તથા ક્રમ નંબર-૭૩૯ નામ આયસાબેન સુલેમાન ગુંગા તથા ક્રમ નંબર-૭૪૦ નામ અજીજભાઈ હાસમભા ઈ દોઢીયા તથા ક્રમ નંબર-૭૪૧ નામ સુલતાનભાઈ મામદભાઈ ગુંગા તથા ક્રમ નંબર-૭૪૨ નામ હાસમભાઈ સુમારભા ઇ દોઢીયા તથા ક્રમ નંબર-૭૪૩ નામ આયસાબેન હાસમભાઈ દોડીયા તથા ક્રમ નંબર-૭૪૪ નામ ઈલિયાસભાઇ હાસમ ભાઈ દોઢીયા ને અનઅધિકૃત રીતે બનાવટી હુકમ તથા સનદ (નમૂનો-એચ) બનાવી આપેલ છે.
ગોંડલ તાલુકા ના ત્રાકુડા ના પુર્વ તલાટી મંત્રી એ ખોટા દસ્તાવેજો ઉભા કરી સરકારી જમીન બરો બાર વેચાણ કરવા અંગે જિલ્લા કલેકટર એ તે અંગે યોજી પ્રેસ કોનફરન્સ.
તાલુકા પંચાયત ગોંડલનાં તાલુકા વિકાસ અધિકારી તથા સર્કલ ઈન્સ્પેક્ટર તા.પં.ગોંડલના બનાવટી હુકમ તથા સનદ (નમૂનો-એચ) માં સહી પોતાની જાતે કરી તેમજ અધિકારી-કર્મચારીનાં સ્ટેમ્પ અને કચેરીનાં રાઉ ન્ડ સીલ અનઅધિકૃત રીતે લગાવી ઉક્ત દર્શાવેલ તમામ આસામીઓને આપી તેની હાલની ત્રાકુડા ગામની ગામતળ જમીનની જંત્રીના હાલના દર તથા સવાલ વાળી જમીનની સ્થળ સ્થીતીને ધ્યાને લેતા પ્રતી ચો.મી.ની અંદાજીત ભાવ રૂ. ૧૧૦૦ પ્રમાણે ગણી કુલ -૪૪ પ્લોટનું કુલ ક્ષેત્રફળ આશરે ૪૨૬૦ ચો.મી. જેની આશરે બાર કિ. રૂ.૭૦,૦૦,૦૦૦/- (સિત્તે ૨ લાખ)ની રોકડ રકમ પોતાના અંગત આર્થિક લાભ માટે મેળવેલ હોય જેથી વિસ્તરણ અધિકારી હસુમતીબેન જાપડાને ત્યાં જીતેન્દ્રભાઇ ડાંગર સીનીયર કલાર્ક તાલુકા પંચાયત ગોંડલનાઓ સાથે હું ફરીયાદ કરવા આવેલ છું.
ત્રાકુડા ગ્રામ પંચાયતના કૌભાંડ ને લઈને ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખે કર્યાં આક્ષેપો.
ત્રાકુડા ગ્રામ પંચાયતના જે તે વખતના તલાટી કમ મંત્રી ધર્મેશ રત્નાભાઈ હાપલીયાએ તા-૧૬/૦૧/૨૦ ૨૧ થી તા-૩૧/૦૭/૨૦૨૪ ના પોતાની ફરજના સમયગાળા દરમ્યાન પોતાના અંગત આર્થીક ફાયદા માટે તલાટી કમ મંત્રી તરીકેનાં હોદ્દાનો દુરઉપયોગ કરી, બનાવટી હુકમો તથા સનદો જેવા સરકારી દસ્તાવેજોમાં તાલુકા વિકાસ અધિકા રી-ગૌડ તથા સર્કલ ઈન્ટપેક્ટર, તા.પં.ગોંડલની સહીઓ પોતાની જાતે કરી, જે કિંમતી સરકારી દસ્તાવેજ બનાવી, જે દસ્તાવેજોનો અસલ તરીકે ઉપયોગ કરી, આ કામના આસામીઓને દસ્તાવેજો આપી, પોતે રાજ્ય સેવક હોય જે રાજ્ય સેવકના નીયંત્રણમા રહેલ મીલ્કતને અપ્રમાણીકતાથી ગેર વ્યાજબી રીતે આર્થિક લાભ મેળવી, ત્રાકુડા ગામે કુલ -૪૪ પ્લોટનું કુલ ક્ષેત્રફળ આશરે ૬૨૧૦ ચો.મી. જે પ્રતી ચો. મી. નો અંદાજીત ભાવ રૂ. ૧૧૦૦ પ્રમાણે ગણી જેની આશરે કુલ કિં.રૂ .૭૦,૦૦,૦૦૦/- (સિત્તેર લાખ)ની રકમ પોતાનાં અંગત આર્થિક ફાયદા માટે મેળવેલ હોય તો આ ધર્મેશ રત્નાભાઇ હાપલિયા રહે. હાલ રાજકોટ વાળા વિરૂધ્ધ સરકાર તરફે ધોરણસર થવા મારી ફરિયાદ છે.