ગોંડલ તાલુકા ના વોરાકોટડા ગામની સીમ માંથી સાત (૭) જુગારીઓ ને ગંજીપતાના પાના વડે તીનપત્તી નો જુગાર રમતા કુલ કિ.રૂ.૩૩,૧૪,૩૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ.

Loading

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક  અશોકકુમાર યાદવ  તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક  હિમકરસિંહ નાઓએ પ્રોહી તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતીઓ શોધી કાઢી ગે.કા પ્રવૃતી નેસ્તનાબુદ કરવા સુચના કરતા આજરોજ એલ.સી.બી શાખાના પો.ઈન્સ.શ્રી વી.વી.ઓડેદરા સાહેબના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી શાખાના પો.સબ.ઇન્સ. એચ.સી.ગોહીલ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગ માં હોય દરમ્યાન મળેલ હકિકત આધારે ગોંડલ તાલુકાના વોરાકોટડા ગામની સીમમાં આવેલ રામદેવસીંહ ગંભીરસીંહ જાડેજા રહે.મુ.સોળીયા તા. કોટડાસાંગાણી વાળાની કબ્જા ભોગવટાની ખેતર વાડીના મકાનમાં જુગાર રમતા સાત (૭) જુગારીઓને પૈસા તથા ગંજીપતાના પાના વતી તીન પત્તી (રોન પોલીસ) નો નસીબ આધારીત હારજીત નો જુગાર રમતા રોકડા રૂ. ૨,૨૪,૩૦૦/- મળી કિ.રૂ.૩૩,૧૪,૩૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઓ માં

(૧) રામદેવસીંહ ગંભીરસીંહ જાડેજા રહે.મુ.સોળીયા તા.કોટડાસાંગાણી

(૨) દિપકભાઇ છગનભાઇ શીંગાળા રહે રાજકોટ રેલનગર અવધપાર્ક શેરી નં-૧

(૩) ધીરૂભાઈ નનકુભાઇ ખાચર રહે. મૂળ ગામ- નાના છેડા તા. જી. બોટાદ

(૪) અતુલભાઈ પાલાભાઈ સાગઠીયા રહે.મુ.ખીરસરા તા. લોધીકા જી. રાજકોટ

(૫) મંગળુભાઈ સામતભાઇ ખાચર રહે.રાજકોટ કણકોટગામ ના પાટિયે ગુ. હા. બોર્ડ બ્લો. નં. H-43

(૬) મનીષભાઈ મોહનભાઇ આડેસરા રહે. રાજકોટ કેવડાવાડી શેરી નંબર 15

(૭) જયપાલસિંહ જગદીશસિંહ જાડેજા રહે.મુ. માણેકવાડા તા. કોટડાસાંગાણી

કબજે કરેલ મુદામાલ માં

(૧) કુલ રોકડા રૂ. ૨,૨૪,૩૦૦/- તથા (૨) ગંજીપતાના પાના કિ.રૂ. ૦૦/- તથા (૩) મો.ફોન નંગ-૦૬ કી.રૂ.૯૦,૦૦૦/- (૪) વાહન નંગ-૧ કિ.રૂ. ૩૦,૦૦,૦૦૦/- તથા (૫) પાથરણુ નંગ-૧ કી.રૂ.૦૦/૦૦ કુલ કિ.રૂ.૩૩,૧૪,૩૦૦/-નો મુદ્દામાલ ઝડપી પડેલઆ કામગીરી કરનાર ટીમ માં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ ઈન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એચ.સી.ગોહીલ તથા એ.એસ.આઇ. બાલકૃષ્ણભાઇ ત્રીવેદી તથા અમીતસીંહ જાડેજા તથા ઇન્દ્રસિંહ જાડેજા તથા જયવીરસીંહ રાણા તથા અનિલભાઇ ગુજરાતી તથા પો.હેડ.કોન્સ. ભગીરથસિંહ જાડેજા તથા મનોજભાઇ બાયલ તથા પો.કોન્સ. મહીપાલસિંહ ચુડાસમા નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

error: Content is protected !!