રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા જાહેર નોટિસ બોર્ડ લગાડવામાં આવ્યું.

જાહેર સૂચના કે અગત્યના સમાચાર તેમજ બેસણા, ઉઠમણા ની વિગતો
વગેરે પબ્લિકને વાંચવામાં તેમજ આવતા જતા લોકો સુધી સમાચાર પહોંચાડવામાં સરળતા રહે એવા હેતુથી રોટરી દ્વારા નોટીસબોર્ડ લગાવવામાં આવ્યું છે.

શહેરમાં લક્ષ્મીનારાયણ ચોક, દરબાર નાકે, જાનીફળી, ધ્રાંગધ્રા દરવાજા પાસે નોટિસ બોર્ડ દીવાલમાં પ્લાસ્ટર કરીને જેતે જગ્યા પર ઉપલબ્ધ છે.
જે બધાજ બોર્ડ ગામની અંદરની બાજુએ આવેલા છે.

પરંતુ હવે દરવાજા બહાર પણ ગામની વસ્તી, મકાનો ,દુકાનો વગેરે વિકસ્યું છે અને લોકોની અવરવજવર પણ ખૂબજ વધી છે.

વધુ માં વધુ લોકો સુધી આ બોર્ડમાં લખેલ સૂચન કે માહિતી પહોચાડવામાં સુગમતા રહે
જેથી એક નોટિસ બોર્ડ સરકારી દવાખાનાના ખૂણે ભવાની મેડિકલની પાસે ફિટ કરવામાં આવેલ છે.

જેને આજથી જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવેલ છે

જેનો શહેરીજનોએ લાભ લેવા અનુરોધ.

આ પ્રોજેક્ટ માટેનું ડોનેશન સ્વ: થોભણભાઈ છગનભાઇ સોનાગરાના સ્મરણાર્થે હસ્તે: રાજ ટ્રાન્સપોર્ટ તરફથી આપવામાં આવ્યું હતું.

હળવદ.રમેશ ઠાકોર દ્વારા

error: Content is protected !!