ગોંડલ વિક્રમસિહજી કોમ્પલેક્ષ પાસેથી ક્રેટા કાર માંથી ઇંગ્લીશ દારૂ તથા બીયર નો જથ્થો મળી આવ્યો: કુલ રૂ.૪,૨૫,૪૪૦/- નો મુદ્દામાલ પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ.

Loading

ગોંડલ તા. એલ.સી.બી શાખાના પો.ઈન્સ. વી.વી.ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી શાખાના પો.સબ.ઇન્. એચ.સી.ગોહીલ એએસઆઇ બાલકૃષ્ણ ત્રિવેદી,અમીતસિહ જાડેજા,ઇન્દ્રસિંહ જાડેજા,જયવિરસિંહ રાણા,અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા,મનોજ ભાઇ બાયલ,મહીપાલસિહ ચુડાસમા સાથે પેટ્રોલીંગ માં હોય જે દરમ્યાન ખાનગી બાતમીરાહે મળેલ હકિકત આધારે ગોંડલ બસસ્ટેન્ડ રોડ ઉપર આવેલ વિક્રમસિંહજી કોમ્પલેક્ષ પાસેથી સાર્વજનીક જગ્યામાંથી Gj-03 jc 5434 નંબર ની હુન્ડઇ કંપનીની સફેદ કલરની ક્રેટા કાર માંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ તથા બીયર નો જથ્થો પકડી પાડી કાર નો કબ્જો ભોગવટો ધરાવનાર ઇસમ વીરૂધ્ધ ગોંડલ સીટી એ-ડીવી પો.સ્ટેમાં પ્રોહીબીશન એકટ હેઠળ કાર્યવાહી કરવામા આવેલ છે. પોલીસે વિદેશી દારુની 480 બોટલ તથા બીયર ટીન નંગ 352 મળી કુલ રુ.1,25,440 તથા રુ.ત્રણ લાખ ની કિંમત ની હુંન્ડાઇ કાર મળી કુલ રુ.4,25,440 નો મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલક ની શોધખોળ શરુ કરી છે.

error: Content is protected !!