રીબડા નાં અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં આરોપી પુજા ગોર જામીન મુક્ત:સીસીટીવી ફૂટેજ અંગે પોલીસ અને હોટેલ માલિકે કોર્ટ માં જવાબ રજુ કર્યો.
રીબડા નાં ચકચારી બનેલા અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં જેલ માં રહેલી આરોપી પુજા જેન્તીભાઈ રાજગોર ને આખરે ગોંડલ કોર્ટ દ્વારા જામીન મુક્ત કરાઇ છે. કોર્ટ દ્વારા પુજા રાજગોર નાં પચાસ હજાર ના જામીન તથા તેટલી જ રકમનાં જાત જામીન આપ્યે થી શરતોને આધીન જામીન મંજુર કરાયા છે. વધુમાં અમીત ખુંટ પર બળાત્કાર ની ફરીયાદ કરનાર સગીરા તથા પુજા રાજગોર દ્વારા ગત તા.12 જુન નાં કોર્ટ માં પોલીસ અધિકારીઓ,તાલુકા પોલીસ સ્ટેશન તથા ગોંડલ ની જામવાડી ચોકડી પાસે આવેલી શ્રી હોટલ વિરુદ્ધ સીસીટીવી ફુટેજ ની માંગ સાથે કરેલી ફરિયાદ અન્વયે તાલુકા પોલીસે જવાબ માં કહ્યુ કે પોલીસ સ્ટેશન નાં સીસીટીવી બનાવ સમયે શોર્ટ સર્કિટ ને કારણે ખોટવાઇ ગયા હતા. શ્રી હોટલ નાં માલીકે એવુ જણાવ્યું કે અમારી પાસે જુના ડેટા પ્રાપ્ય નથી. ગોંડલ DYSP દ્રારા એવુ કહેવાયું કે તેમની કચેરી ખાતે સીસીટીવી કેમેરા ઇન્ટોલ કરવામાં આવેલા નથી. આ ચકચારી કેસ માં સગીરા દ્વારા ગેરકાયદેસર અટકાયત, દબાણ કરી નિવેદન આપવા સહિત ની બાબતો અંગે પોલીસ અધિકારીઓ સહિતનાઓ વિરુદ્ધ કોર્ટ માં ફરિયાદ કરવામાં આવી હતી.