ગુંદાસરા માં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ.
ગોંડલ નાં ગુંદાસરા રહેતી પરપ્રાંતિય સગીરાએ પોતાનાં ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.બનાવ નાં પગલે તાલુકા પોલીસ દોડી જઇ સગીરાનાં મૃતદેહ ને ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ મુળ બિહાર નાં બાંકા જીલ્લા નાં ખમધર ગામ ની અને હાલ ગુંદાસરા રહેતી મુશ્કાન બબલુભાઇ મંડલે પોતાનાં ઘરે ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતું. મુશ્કાન નાં પિતા બબલુભાઇ કારખાના માં મજુરીકામ કરેછે.સંતાન માં બે દિકરીઓ તથા એક દિકરો છે. બનાવ અંગે તાલુકા પોલીસ નાં જીતુભાઇ વાળા એ તપાસ હાથ ધરીછે.