ગોંડલના ગીતાનગરમાં દારૂ ભરેલી કાર ઝડપાઇ: ૨.૪૩ લાખનો મુદ્દામાલ કબજે.

Loading

ગીતાનગર પાસેથી પોલીસે દારૂ ભરેલી સ્કોડા કાર ઝડપી લીધી હતી. પોલીસે કારમાંથી ૬૦ બોટલ દારૂ સાથે એક શખસને ઝડપી લીધો હતો. દારૂનો જથ્થો અને કાર સહિત કુલ રૂ.૨.૪૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ,ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન બાતમી મળી હતી કે, ગોંડલમાં ગીતાનગર બગીચા પાસે સફેલ કલરની સ્કોડા કાર શંકાસ્પદ હાલતમાં પડી છે. આ બાતમીના આધારે પોલીસની ટીમે અહીં પહોંચી કારમાં હાજર શખસની પુછતાછ કરતા તેનું નામ જીલ જીતેન્દ્રભાઇ ત્રિવેદી(ઉ.વ ૨૬ રહે. ગોંડલ નાની બજાર બાજુમાં આર્ય શેરી) હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારની તપાસ કરતા તેમાં ડિકીમાં સફેદ રંગના કોથળામાંથી અલગ અલગ બ્રાંડની દારૂની ૬૦ બોટલ મળી આવી હતી.

જેથી પોલીસે દારૂનો આ જથ્થો અને કાર સહિત કુલ રૂ.૨.૪૩ લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ શખસ દારૂ કોની પાસેથી લાવ્યો હતો અને દારૂ કોને સપ્યાલ કરવાનો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!