ગોંડલ માં રેનોલ્ટ કાર માંથી વિદેશી દારુ બીયર નો જથ્થો જડપાયો:રુ.2,60,100 નો મુદ્દામાલ જપ્ત કરતી રૂરલ એલસીબી.

Loading

ગોંડલનાં જશમતનગર વિસ્તાર માંથી રેનોલ્ટ કાર માંથી ઇંગ્લીશ દારૂ તથા બીયર નો જથ્થો મળી આવતા રૂરલ એલસીબીએ કુલ રૂ.૨,૬૦,૧૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે.

એલ.સી.બી શાખાના પો.ઈન્સ. વી.વી.ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. એચ.સી.ગોહીલ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગ માં હોય જે દરમ્યાન હકિકત મળેલ કે ગોંડલ ગુંદાળા રોડ જસમતનગર ની સાર્વજનીક જગ્યામાં જાહેરમાં રેનોલ્ટ કંપનીની સીલ્વર કલરની LODGY કાર ઇંગ્લીશ દારૂ નો જથ્થો ભરેલ હાલતમાં પડેલ છે. જે હકીકતનાં આધારે રેઇડ કરતા કારમાંથી રુ.1,60,100નો ઇંગ્લીશદારૂ તથા બીયરનો જથ્થો મળી આવતા કાર સહિત રુ.2,60,100 નો મુદ્દામાલ કબ્જે કરી કાર માલીક ની શોધખોળ શરુ કરીછે.

error: Content is protected !!