નાશતા ફરતા નામચીન બુટલેગર ને જડપી લેતી રૂરલ એલસીબી: બુટલેગર સામે 26 ગુન્હા.

Loading

રૂરલ એલસીબીએ ઘણા સમયથી નાશતા ફરતા નામચીન બુટલેગર અને તેના સાગ્રીત ને જુનાગઢ થી દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી છે.જડપાયેલા બુટલેગર સામે સૌરાષ્ટ્રભર નાં પોલીસ સ્ટેશનો માં 26 ગુન્હા નોંધાયાછે.જ્યારે તેના સાગ્રીત સામે પણ ચાર જેટલા ગુન્હા નોંધાયા છે.
પ્રાપ્ત વિગત મુજબ એલસીબી પીઆઇ ઓડેદરા નાં માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ગોહિલ તથા સ્ટાફ ના માણસો એ છેલ્લા ઘણા સમય થી પ્રોહીબીશન નાં ગુન્હામાં નાશતા ફરતા મુળ નાગડકા નાં અને હાલ રાજકોટ નાં કોઠારીયા મેઇનરોડ પર રહેતા ધવલ રસિકભાઈ સાવલીયા અને મુળ છાસીયા નાં અને હાલ રાજકોટ માડાડુંગર મહીકા પીઠડઆઇ સોસાયટીમાં રહેતા હાર્દિક અશોકભાઈ જોગરાજીયા ને જુનાગઢ થી જડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.ધવલ લિસ્ટેડ બુટલેગર છે.તેના પર વાંકાનેર, ગોંડલ, લોધીકા,આજીડેમ,રાજકોટ, જશદણ, મોરબી,પડધરી જેતપુર, ભાયાવદર, ચોટીલા,શિહોરી રાજસ્થાન સહિત 26 ગુન્હા નોંધાયા છે.જ્યારે હાર્દિક સામે રાજકોટ, ધોરાજી,ભાયાવદર,જશદણ પોલીસ સ્ટેશન માં ગુન્હા નોંધાયા છે.

error: Content is protected !!