ચર્ચાસ્પદ યુટુબર બન્ની ગજેરા પાસા હેઠળ વડોદરા જેલ માં ધકેલાયો:એટ્રોસિટી, ખંડણી,બદનક્ષી સહિત નાં ગુન્હા.
ગોંડલ નાં જાહેર જીવન નાં આગેવાનો નો તથા તેમના પરિવાર ની મહીલાઓ વિષે અભદ્ર ટીપ્પણીઓ નો વિડીયો વાયરલ કરનાર જે તે સમયે ‘ઉપાડે’ આવેલા ચર્ચાસ્પદ યુટુબર બન્ની ગજેરાની રૂરલ એલસીબીએ પાસા હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ ધકેલી દિધોછે.
બન્ની ગજેરાએ ગોંડલ નાં પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા તેના પુત્ર ગણેશભાઈ ઉપરાંત જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા વિષે અભદ્ર ટિપ્પણીઓ સાથે વિડીયો વાયરલ કર્યા હતા.ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઇ ઠુંમર તથા ઉપપ્રમુખ વિશાલભાઈ ખુંટ સામે મિત્ર ની પત્નિ સાથે અનૈતિક સંબંધ નાં આક્ષેપ સાથે વિડીયો વાયરલ કર્યા હતા.જેતપુર નાં સાડીનાં કારખાનેદાર અતુલભાઈ માવાણી પાસેથી વિડીયો વાયરલ બંધ કરવા રુ 11 લાખની ખંડણી માંગી હતી.
બન્ની સામે ગોંડલ તાલુકા, સીટી પોલીસ સ્ટેશન ઉપરાંત સુલતાનપુર પોલીસ સ્ટેશન તથા જેતપુર પોલીસ માં આ અંગે અલગ અલગ ગુન્હા નોંધાયા હતા.વધુમાં ઉપલેટા પોલીસ માં એટ્રોસિટી અંગે ફરિયાદ થઈ હતી.
પોલીસે ગુજરાત અસામાજિક પ્રવૃતિઓ પ્રતિબંધક અધિનિયમ 1985 પાસા હેઠળ ની દરખાસ્ત જીલ્લા કલેકટર ઓમપ્રકાશ ને મોકલતા તેમના દ્વારા દરખાસ્ત મંજુર કરાતા બન્ની ગોરધનભાઈ ગજેરા રહે.મોટા ગુંદાળા તા.જેતપુર ને એલસીબી પીઆઇ ઓડેદરા નાં માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ગોહિલ તથા ટીમે જડપી લઇ વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કર્યો હતો.