રાજકોટ-જેતપુર સિક્સલેન હાઇવેના કામ પરથી ચોરી : જામવાડી પાસે તસ્કરો ત્રાટકયા.

Loading

રાજકોટ-જેતપુર સિક્સ લેન હાઇવેના ચાલતા કામ પર તસ્કરો ત્રાટકયા હતાં અને જામવાડી પાસે ચાલતી સાઈટ પરથી તસ્કરો રૂ.95 હજારની 40 પ્લેટો ઉઠાવી નાસી છૂટતાં ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે રાજકોટમાં ન્યુ રામેશ્વર સોસાયટી શેરી નં.6 નાલંદા સ્કૂલની બાજુમાં રહેતાં હિરાભાઇ દેવદાનભાઈ ડાંગર (ઉ.વ.48) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પ્રશાંત કંટ્રકશન એન્ડ બિલ્ડર્સ નામની પેઢી વીસેક વર્ષથી ચલાવે છે.
નેશનલ હાઇવે ઓથોરીટીના રાજકોટથી જેતપુર જતા નેશનલ હાઇવેમા બ્રીજ બનાવવાના પેટા કોંટ્રાકટર તરીકે કામ કરે છે.રાજકોટથી જેતપુર જતા નેશનલ હાઇવેમાં તેઓએ વીસેક બ્રીજનુ કંટ્રકશનનુ કામ રાખેલ છે.
ગઇ તા.24 ના તેઓ ઘરે રાજકોટ ખાતે હતાં ત્યારે સવારમાં સાઇટનું P.C.B નામનુ ગૃપ હોય જેમાં તેમના ભત્રીજા વિમલભાઇ ડાંગરે ગોંડલ પાસે જામવાડી ગામે બ્રીજનુ કામ ચાલુ હોય ત્યાથી રાત્રે લોખંડની એકો પ્લેટની ચોરી થઇ ગયેલ હોવાનો મેસેજ નાખેલ હતો.
જેથી ભત્રીજા વિમલભાઈને ફોન કરી ચોરી બાબતે વાતચીત કરતા જણાવેલ કે, જામવાડી પાસે પુલનુ કામ ચાલુ છે, ત્યાથી મોટી લોખંડની આશરે 25 પ્લેટો તથા નાની લોખંડની આશરે 16 પ્લેટો એમ કુલ આશરે ચાલીસેક જેવી લોખંડની પ્લેટો ચોરી થઇ ગયેલ છે.
જેથી તેઓએ બાબતની જાણ સાઇટ મેનેજ2 વિજયભાઇ રાઠોડને કરેલ અને તેને જામવાડી બ્રીજ પાસે જવાનું કહેલ, બાદ તેઓ પણ રાજકોટથી જામવાડી ગામ પાસે આવેલ બ્રીજ પાસે પહોંચેલ અને જોયેલ તો આશરે સો જેટલી લોખંડની પ્લેટો પડેલ હોય જેમાથી આશરે ચાલીસેક પ્લેટો ચોરી થઇ ગયેલનુ જણાઇ આવેલ હતું.

આજુબાજુ તપાસ કરતા પ્લેટો જોવામાં આવેલ નહી, જેથી સાઇટ ઉપર રાખેલ કેમેરા ચેક કરતા તા.24 ના રાત્રીના બે વાગ્યે એક સફેદ કલરની પિકઅપ બોલેરો ગાડીમા આ રૂ.95 હજારની લોખંડની પ્લેટો ભરી, ચોરી કરીને લઈ જતા શખ્સો જોવામાં આવેલ હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ આદરી હતી.

error: Content is protected !!