ગોંડલ ના ઘોઘાવદર ની સીમ માં જુગાર રમી રહેલા ગામનાં સરપંચ તથા તાલુકા પંચાયત નાં સદસ્ય સહિત નવ પત્તાપ્રેમીઓ ને રુ.6,36,300 નાં મુદ્દામાલ સાથે જડપી લેતી એલસીબી પોલીસ.

Loading

ગોંડલ નાં ઘોઘાવદર ગામની સીમ માં આવેલ વાડીનાં મકાન માં એલસીબીએ દરોડો પાડી જુગાર રમી રહેલા ગામનાં સરપંચ તથા તાલુકા પંચાયત નાં સદસ્ય સહિત નવ શખ્સોને રોકડ રુ.1,06,300 મોબાઇલ નંગ- 11 કિંમત રુ.1,20,000 તથા 9 મોટરસાયકલ કિંમત રુ.4,10,000 મળી કુલ રુ.6,36,300 નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરતા સનસનાટી મચી જવાપામીછે.
પ્રાપ્ત વિગતો મુજબ એલસીબી શાખા નાં પીઆઇ. વી.વી.ઓડેદરા નાં માર્ગદર્શન હેઠળ પીએસઆઈ. ગોહીલ, એએસઆઇ. ઇન્દ્રસિંહ જાડેજા,જયવિરસિંહ રાણા, બાલકૃષ્ણત્રિવેદી,અનિલભાઈ ગુજરાતી,ભગીરથસિંહ જાડેજા,મનોજ બાયલ,મહીપાલસિહ ચુડાસમા,દિલીપસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગ માં હતા ત્યારે બાતમી નાં આધારે ઘોઘાવદર નાં ખોડાભાઇ ઘોઘાભાઇ સુરાણી ની સીમ માં આવેલી વાડીનાં મકાન માં દરોડો પાડી જુગાર રમી રહેલા વાડી માલિક ખોડાભાઇ ઘોઘાભાઇ સુરાણી, રવિભાઈ હરસુખભાઇ બાવળીયા રહે.ભગવતપરા ગોંડલ, રેગનભાઇ માવજીભાઇ રેવર રહે.ઘોઘાવદર, ઘનશ્યામભાઇ બટુકભાઈ ગમારા રહે.વાછરા,દિવ્યેશભાઈ વીરજીભાઇ વિરડીયા રહે.ઘોઘાવદર, હનિફભાઇ મહંમદભાઇ સમા રહે.બંધીયા, ઘોઘાવદર નાં સરપંચ હરેશભાઈ લીંબાભાઈ સાવલીયા , યોગેશભાઈ સવજીભાઇ સવજીભાઇ ઠુંમર રહે.માંડણકુંડલા તથા તાલુકા પંચાયત નાં સદસ્ય જીગ્નેશભાઈ વિઠ્ઠલભાઈ ઘેલાણી રહે.ઘોઘાવદર ને જડપી લઇ કાર્યવાહી કરી હતી.

error: Content is protected !!