ગોંડલ-જામકંડોરણા વિસ્તારમાં ત્રાટકી ચોરીને અંજામ આપતી ગેંગનો સાગરીત ઝડપાયો.

Loading

ગોંડલ-જામકંડોરણા વિસ્તારમાં ત્રાટકી ચોરીને અંજામ આપતી ગેંગના સાગરીતને રૂરલ એલસીબીની ટીમે દબોચી લીધો હતો. દિવસના રેકી કરી મોડી રાતે બંધ મકાનને નિશાન બનાવતાં હતાં. જ્યારે હજું ગેંગના અન્ય ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી હિમકરસિંહ દ્વારા મીલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ શોધી કાઢવા અંગેની આપવામાં આવેલ સુચનાથી રૂરલ એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ એચ.સી.ગોહીલ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં.ત્યારે બનાવ સ્થળની આજુ-બાજુના તેમજ આરોપીઓના રૂટ અંગેના સીસીટીવી ફુટેજ ચેક કરવામા આવેલ તેમજ બનાવ બાબતે ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરતાં બનાવ સ્થળ નજીક બે બાઈકની શંકાસ્પદ અવર જવર જોવા મળી હતી. જેમાંથી એક બાઈક નં.GJ-03-AJ-603 હોવાની માહીતી મળતા જે માહીતી આધારે વાહન તથા આરોપીની તપાસમાં હતાં તે દરમ્યાન ખાનગી માહીતીના આધારે ગોંડલ તાલુકાના સેમળા ગામના પાટીયા પાસેથી નારણ ઉર્ફે નરેશ ધીરૂ ચારોલીયા (રહે.ગોંડલ આશાપુરા ચોકડી નદી કાંઠે વાળા) ને પકડી આગવી ઢબે પુછપરછ કરતા પોતે તથા પોતાના સાગરીતોએ મળી રાજકોટના ગોંડલના આંબરડી ગામે તથા જામકંડોરણા વિસ્તારમાં ઘરફોડ ચોરીઓના ગુન્હા કરેલ હોવાની કબુલાત આપેલ હતી. આરોપી પાસેથી રોકડ, બાઈક, ડિસમિસ સહિત રૂ.34 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને ગોંડલ તાલુકા પોલીસ હવાલે કર્યો હતો.જ્યારે અન્ય આરોપી વિક્રમ ધીરૂ ચારોલીયા, રણજીત ધીરૂ ચારોલીયા, દેવચંદ ધીરૂ ચારોલીયા (રહે. ત્રણેય ગોંડલ આશાપુરા ચોકડી નદી કાંઠે) અને સાગર બાવ ઉર્ફે અશોક ચારોલીયા (રહે.મુળ ગરનાળા, ગોંડલ) ની શોધખોળ યથાવત રાખી છે.ઉલ્લેખનીય છે કે, પકડાયેલ શખ્સે ગોંડલમાં આવેલ પંમ્પીંગ સ્ટેશન અંદર રહેલ પ્લાન્ટની મોટરના ત્રાંબાના કેબલ વાયર રૂ.1.61 લાખના મુદ્દામાલની ચોરી કરવાના ગુનામાં ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

પકડાયેલ આરોપીએ ટોળકી સાથે મળી કરેલ ચોરીની આપેલ કબુલાત

પાંચેક મહીના પહેલા જામકંડોરણાના જશાપર ગામે બંધ મકાનમાંથી તાળા તોડી સોનાના દાગીનાની ચોરી કરેલ ચારેક મહીના પહેલા જામકંડોરણા ખાતે ગોંડલ રોડ ઉપર આવેલ એક બંધ મકાનમાંથી રોકડ રૂપિયા તથા સોનાના દાગીના ની ચોરી કરેલ હતી.ત્રણેક મહીના પહેલા જામકંડોરણા ખાતે રામજી મંદીરના પાછળ ના ભાગે આવેલ એક બંધ મકાનમાં ફળીયાની દિવાલ ટપી અંદર પ્રવેશી મકાનના દરવાજાનો લોક તોડી રૂમમાં કબાટનો લોક તોડી તીજોરીમાંથી રોકડ રૂપિયા તથા સોનાના દાગીનાની ચોરી કરેલ હતી.વીસ દિવસ પહેલા જામકંડોરણા નજીક આવેલ જશાપર મુકામે હર્ષદ માતાજીના મંદીર વાળા રોડ ઉપર આવેલ એક બંધ મકાનમાંથી રાત્રીના સમય દરમ્યાન મકાનના તાળા તોડી કબાટનો લોક તોડી તીજોરીમાંથી રોકડ રૂપિયા તથા સોનાના ચેઇનની ચોરી કરેલ હતી. આઠેક દિવસ પહેલા ગોંડલના આંબરડી ગામે રાત્રીના સમય દરમ્યાન શ્રીજી નામની દુકાનનું શટર તોડી દુકાનમાં પ્રવેશી રોકડ રૂપિયાની ચોરી કરેલ હતી.

error: Content is protected !!