ગોંડલ માં આશાસ્પદ યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો:અગાઉ બે વખત આપઘાત નો પ્રયાસ કરી ચુકેલા યુવાને સ્યૂસાઈડ નોટ માં જીવનની ફિલસૂફી લખી:આપઘાત નું કારણ અંકબંધ.
ગોંડલ નાં જેતપુર રોડ પર આવેલી પરિમલ સોસાયટી માં રહેતા યુવાને પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ ને જીવન ટુંકાવ્યું હતુ.બનાવ નાં પગલે પરીવાર શોકમગ્ન બન્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ પરિમલ સોસાયટી માં રહેતા ધ્યેય હેમલભાઇ રાદડીયા ઉ.20 ગત રાત્રે પોતાનાં ઘરે ઉપલા માળે રુમ માં ગળાફાંસો ખાઇ લીધો હતો.
જ્યારે ધ્યેયે ગળાફાંસો ખાધો ત્યારે તેનો પરિવાર સગાને ત્યાં બાળકની છઠ્ઠીનાં પ્રસંગે ગયા હતા.ઘરે પરત ફરતા ધ્યેય ક્યાંય નજરે નહી પડતા ઉપરનાં માળે રુમ અંદર થી બંધ હોય ખખડકવતા બારણું નહી ખુલતા કંઈ અજુગતુ બન્યા ની દહેશત થી પરીવારજનો એ બારણુ તોડતા અંદર ધ્યેય ફાંસો ખાધેલી હાલત માં જોવા મળતા પરીવાર હતપ્રત બન્યો હતો.બાદ માં પોલીસ ને જાણ કરી ધ્યેય નાં મૃતદેહ ને નીચે ઉતારી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.ગળાફાંસો ખાતા પહેલા ધ્યેય દ્વારા અંગ્રેજી માં બે પાનાની સુસાઇડનોટ લખી હતી જેમા જણાવ્યું હતુ કે”હું જીવનને છેલ્લો એક પ્રયાસ આપી રહ્યો છું. જ્યારે હું આ લખી રહ્યો છું, ત્યારે ફક્ત એક, ફક્ત બે જ સંભવિત અંત છે: હું જીતીશ અને આરામ કરીશ, અથવા શાંતિથી સૂઈ જઈશ.”આ મારો ત્રીજો પ્રયાસ હશે. પહેલો અને બીજો 8 વર્ષ પહેલાં થયો હતો જ્યારે હું 13 વર્ષનો હતો, અને તે દિવસથી મારું જીવન એક દુઃસ્વપ્ન જેવું બની ગયું છે.”
“આ કોઈ ધંધામાં નિષ્ફળ થવા અથવા પૈસા ગુમાવવા વિશે નથી. મુખ્ય કારણ એ હતું કે મેં આશા ગુમાવી દીધી છે. આ કોઈ ખરાબ દિવસ નથી, 8 વર્ષ થઈ ગયા છે અને હવે મને આશા નથી કે એક દિવસ બધું બરાબર થઈ જશે.” “દરેક વ્યક્તિ કહે છે કે તમે જે કંઈ પણ કર્યું છે, તે બધું તમને કર્મના રૂપમાં પાછું મળશે. મેં ક્યારેય કોઈને દુઃખ નથી પહોંચાડ્યું, તો પછી મને આટલી સખત સજા કેમ મળી રહી છે? હું કોના કર્મને ભોગવી રહ્યો છું?”તમે ખરેખર મરવા માંગો છો? કોઈ પણ વ્યક્તિ મરવા માંગતી હોય એટલે આત્મહત્યા કરતું નથી.તો પછી હું શા માટે કરું છું? કારણ કે હું પીડાને રોકવા માંગુ છું
હું પણ બીજાની જેમ ખુશ રહેવા માંગતો હતો, પણ અંતે જીવવા માટે મરવા કરતાં વધુ હિંમત જોઈએ છે.હવે બસ શાંતિની ઊંઘ જોઈએ છે. વિદાય લેવાનો સમય થઈ ગયો છે. દરેક વસ્તુ માટે આભાર”
પોલીસે ધ્યેય ની સ્યૂસાઈડ નોટ કબ્જે કરી છે.
ધ્યેયે પહેલા ટાંકીની પાણીમાં પડી આપઘાત નો પ્રયાસ કર્યો હતો. જેમાં નિષ્ફળ જતા ભીના કપડા માંજ ઉપલા માળે આવેલા રુમમાં જઈ દોરી વડે ગળાફાંસો ખાઇ લીધો હતો.
ધ્યેય પરીવાર માં ભાઇ બહેન માં મોટો હતો.તે રાજકોટ ની મારવાડી કોલેજ માં અભ્યાસ કરતો હતો.અને આ વર્ષે જ ગ્રેજ્યુશન પુરુ કર્યુ હતુ.ધ્યેયનાં પિતા માર્કેટ યાર્ડ માં પેઢી ધરાવે છે.બનાવ ને લઈ ને બી’ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરીછે.