ગોંડલ માં ચોરાઉ મોબાઇલ સાથે બે શખ્સોને જડપી લેતી એ’ડીવીઝન પોલીસ.
ગોંડલ પોલીસે રુ.વીસ હજાર ની કિંમત નાં ચોરાઉ મોબાઇલ સાથે બે શખ્સોને જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ એ’ડીવીઝન પીઆઇ.એલ.આર.ગોહીલ નાં માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગ માં હતો ત્યારે યુવરાજસિંહ ગોહિલ, ભાવેશ સાસીયા,હરેશભાઈ લુણીને મળેલી બાતમી નાં આધારે શંકાસ્પદ હાલત માં કોટડાસાંગાણી રોડ બેકાર ચોક પાસેથી પસાર થઇ રહેલા બાબરા તાલુકાનાં શિતલ ગામનાં લખમણ ઉર્ફ બાવ દેવરાજભાઇ ગોરાસવા તથા રણજીત ઉર્ફ અજીતભાઇ મામાસુલીયાને અટકાવી તલાસી લેતા ચોરાઉ ચાર એન્ડ્રોઇડ મોબાઇલ મળી આવતા બન્નેને જડપી લઇ કાર્યવાહી કરી હતી.બન્ને સામે અગાઉ અમરેલી પોલીસ માં ગુન્હો નોંધાઇ ચુક્યો છે.