આજરોજ ગાંધી વિદ્યાપીઠ વેડછીમાં સંગીત શિબિર યોજાઈ.
ગાંધી વિદ્યાપીઠ વેડછી સંલગ્ન સ્નાતક અધ્યાપન મંદિર બી.એડ્. કોલેજ તથા સમાજસેવા મહાવિદ્યાલય બી.આર.એસ. કોલેજ એમ બંનેના સંયુક્ત ઉપક્રમે સંગીત શિબિરનું સુંદર આયોજન થયું. વર્ષાઋતુના કારણે સમગ્ર ગાંધી વિદ્યાપીઠનું મનમોહક વાતાવરણ અને તેમાં ઉપાસના ખંડમાં સુંદર મજાના ગીતો ગવાયા ત્યારે સમગ્ર વાતાવરણ આહ્લાદક થયું. કુદરતે ભરી ભરીને સૌંદર્ય બક્ષ્યું છે એવા ગાંધી વિદ્યાપીઠને બી.એડ્. તથા બી.આરહએસ.નાં તમામ પ્રશિક્ષણાર્થીઓએ પોતાના ગીતો દ્વારા ગુંજવ્યું. પ્રકૃતિને જેમ પંખીઓનો કલરવ આકર્ષી રહ્યો હોય એમ વાતાવરણ આહ્લાદક બન્યું હતું. આ સંગીત શિબિરમાં સંગીતજ્ઞ તરીકે શ્રીમતી ઉષાબેન મઢીકર પધાર્યા હતા. તેઓએ અનેક નવા ગીતો સુર અને તાલ સાથે પ્રશિક્ષણાર્થીઓને ગાતા શીખવ્યા અને શ્રી સુરેશભાઈ ચૌધરીએ તબલાના તાલે સૌને ડોલવ્યા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના મંત્રી શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્યશ્રી ડૉ. અંજનાબેન ચૌધરીએ બન્ને તજ્જ્ઞનું શાબ્દિક સ્વાગત કર્યું અને તેઓએ પ્રાસ્તાવિકમાં જણાવ્યું કે પ્રકૃતિનું પ્રત્યેક તત્વ સૂરીલું છે. દેવી-દેવતાઓને પણ સંગીત પ્રિય છે તો આપણને પણ સંગીત તો ગમવું જ જોઈએ ! તેઓએ વધુમાં જણાવ્યું કે ગાંધી વિદ્યાપીઠ અને સંગીતનો નાતો વર્ષોથી છે. નવી પેઢી પણ આ ધરોહરને સાચવે એ હેતુથી સંગીત શિબિરનું આયોજન કર્યું છે. ત્યારબાદ પ્રાંગણના જ મોહક ફૂલોથી પ્રશિક્ષણાર્થીઓએ બનાવેલા પુષ્પગુજ થી તજજ્ઞશ્રીઓને આવકાર્યા. અને પછી તો ગીતોના પ્રશિક્ષણનો દોર એવો જામ્યો કે, સવારે 10 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધીનો સમય ક્યાં ચાલ્યો ગયો એ કબર જ ન રહી. આ સમય સર્વેના માટે અવિસ્મરણ્ય અને આનંદ આપનારો રહ્યો. સમગ્ર કાર્યક્રમના અંતે સંસ્થાના અધ્યાપકોએ તથા તાલિમાર્થીઓએ પોતાનાં અભિપ્રાયો આપ્યા. આ અણમોલ ક્ષણોને તબલાવાદક શ્રી સુરેશભાઈ ચૌધરીએ વાંસળીનાં સૂરો રેલાવી બધાને કૃષ્ણમય સબનાવીને કાર્યક્રમને ચાર ચાર લગાવ્યા. અધ્યાપકો અને પ્રશિક્ષણાર્થીઓએ ગીતો શીખીને અને સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહભેર સહભાગી બનીને કાર્યક્રમને સફળ બનાવ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. રામભાઈ વિસાણા દ્વારા કરવામાં આવ્યું.