ગોંડલ નાગરિક સહકારી બેંક નો રેકોર્ડ બ્રેક નફો:બેંક ની ૭૦મી સાધારણ સભામાં સભાસદો ઉમટ્યા.
ગોંડલની ૬૧ હજારથી પણ વધુ સભાસદો ધરાવતી નાગરિક સહકારી બેંક દ્વારા કડવા પટેલ સમાજ વાડી ખાતે ૭૦મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. સાધારણ સભાની શરૂઆત પહેલાં અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનાગ્રસ્તમા મૃત્યુ પામેલા ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના દિવંગત આત્માઓને બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. કાર્યક્રમનું ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે દિપ પ્રાગટય કરી સાધારણ સભાની શરૂઆત કરી હતી. સાધારણ સભામાં મોટી સંખ્યામાં સભાસદો પ્રબુદ્ધ નાગરિકો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ગોંડલ નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયાએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષ થી બેંક દ્વારા રેકોર્ડ બ્રેક નફો કરાયો છે. પહેલા બેંક ની ફિક્સ ડિપોઝિટ ૩૫૫ કરોડ હતી જે વધીને આજે ૩૭૦ કરોડે પહોંચી છેજ્યારે ધિરાણ 223 કરોડે પંહોચ્યુછે.અશોકભાઈ પીપળીયાએ બેંક ની ઉતરોતર પ્રગતિ અંગે સભાસદો, વેપારીઓ તથા જનતાનો સાથ સહકાર હોવાનું જણાવી આભાર માન્યો હતો.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલ આતંકવાદી હુમલાની ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઓપરેશન સિંદૂર માં ભારતીય સૈન્ય દ્વારા એર સ્ટ્રાઈક કરી આંતકી અડ્ડાનો ખાતમો બોલાવી દીધો હતો. ત્યારે નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયા દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સિંદૂરના રોપાથી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત બાર એસોસિએશનના પ્રમુખ સાવનભાઈ પરમારનું શાલ ઓઢાડી પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા નાં હસ્તે સન્માન કરાયું હતું.બેંક નાં એમડી.પ્રફુલભાઈ ટોળીયા દ્વારા બેંકની પ્રગતિ અંગે વિસ્તૃત વાત કરી સાધારણ સભાનું સંચાલન કર્યુ હતુ.
સભામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, નાગરિક બેંકના વાઇસ ચેરમેન જ્યોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશભાઈ), નૈમિષભાઈ ધડુક, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, વા. ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ પ્રફુલભાઈ ટોળીયા, નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા, તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ ઠુંમર, ઓમદેવસિંહ જાડેજા,ખેડુત ડેકોર વાળા લક્ષ્મણભાઈ પટેલ, ઉધ્યોગપતિ રસિકભાઈ મારકણા,ચિરાગભાઈ દુદાણી,ધનસુખભાઇ નંદાણીયા, ઉધ્યોગ ભારતી નાં ચંદ્રકાંત પટેલ,ગોપાલભાઈ શીંગાળા, મગનભાઈ ઘોણીયા, કુરજીભાઈ ભાલાળા, મનસુખભાઈ સખીયા સહિતના આગેવાનો તેમજ સભાસદો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.