ગોંડલ નાં ભરુડી ટોલનાકા એલસીબી કચેરી સામે નેશનલ હાઇવે પર થી વિદેશી દારુનો જથ્થો જડપાયો:રુ.1 કરોડ નાં મુદ્દામાલ સાથે રાજસ્થાન નો શખ્સ જડપાયો.
રાજસ્થાન થી જુનાગઢ તરફ જઇ રહેલા વિદેશી દારુ તથા બિયર નો મોટો જથ્થો જડપી લેવા એલસીબીને સફળતા મળી છે.
ગત રાતે ભરુડી ટોલનાકા નજીક એલસીબી કચેરી સામે નેશનલ હાઇવે પર થી પસાર થઇ રહેલા બંધબોડી નાં આઇશર ટ્રક ને અટકાવી એલસીબી પોલીસે તલાશી લેતા વિદેશી દારુ તથા બિયર નો મોટો જથ્થો મળી આવતા રુ.1,02,71,312 નાં મુદ્દામાલ સાથે રાજસ્થાન નાં ટ્રક ડ્રાઈવર ને જડપી લઇ તપાસ હાથ ધરી હતી. ડ્રાઈવર ની પુછપરછ માં પંજાબ નાં જલંધર થી વિદેશી દારુનો જથ્થો જુનાગઢ તરફ જઇ રહ્યાનું ખુલવા પામ્યુ હતુ.
પ્રાપ્ત વિગત મુજબ એલસીબી નાં ભાવેશભાઈ મકવાણા ને મળેલી બાતમીનાં આધારે એલસીબી પીઆઇ. ઓડેદરા,પીએસઆઇ.ગોહીલ સ્ટાફ નાં ઇન્દ્રસિહ જાડેજા,જયવિરસિંહ રાણા,બાલકૃષ્ણ ત્રિવેદી, અમીતસિહ જાડેજા,અનિલભાઈ ગુજરાતી,ભગીરથસિંહ જાડેજા,મનોજ બાયલ સહિત ભરુડી ટોલ નાકા નજીક રાત્રીનાં બાર કલાકે વોચ માં હતા
ત્યારે જુનાગઢ તરફ જઇ રહેલા એચઆર 55 વી- 5520 નંબર નાં બંધબોડી વાળા આઇસર ટ્રક ને અટકાવી ડ્રાઈવર ની પુછપરછ કરતા તેણે ટ્રક માં પતંજલી નાં બીસ્કીટ ભર્યા હોવાનું જણાવતાં પોલીસે આકરી પુછતાછ કરતા ડ્રાઈવરે ગલ્બાતલ્લા કરી આખરે પોલીસ નાં તાપ સામે ઢીલા પડેલા ડ્રાઈવરે વિદેશી દારુ તથા બિયર નો જથ્થો ભર્યો હોવાની કબુલાત આપતા પોલીસે ટ્રક માંથી રુ.89,02,752 ની કિંમત ની અલગ-અલગ બ્રાન્ડ ની 15,816 બોટલ ઉપરાંત રુ.3,58,560 ની કિંમત નાં 1992 બિયર નાં ટીન સહિત રુ.દશ લાખ ની કિંમત નો ટ્રક, દશ હજાર ની કિંમત નાં બે મોબાઇલ મળી રુ.1,02,71,312 નાં મુદ્દામાલ સાથે રાજસ્થાન નાં જાલોર નાં લાછીવાડ રહેતા ટ્રક ડ્રાઈવર સુરેશ માનારામ ખીલેરી ની ધરપકડ કરતા તેણે દારુ બિયર નો જથ્થો રાજસ્થાન નાં બાંસવાડા નાં ડુંગરપુર રહેતા બિશ્ર્નોઇ વિષ્ણુ ડાંગી એ મોકલ્યાનું જણાવ્યુ હતુ.
ડ્રાઈવર સુરેશ ટ્રક ચાલક નો વ્યવસાય કરેછે.મોટે ભાગે દારુની હેરાફેરીમાં ટ્રક નો ઉપયોગ કરતો હોય છે.જલંધર થી જુનાગઢ તરફ ની ટ્રીપ માટે ચાલીસ હજાર નું ભાડુ નક્કી કરાયુ હતુ.વિદેશી દારુનો જથ્થો મોકલનાર વિષ્ણુ ડાંગી તેને વોટસઅપ કોલ દ્વારા લોકેશન મોકલતો હતો.વધુ માં ટ્રક માં જીપીએસ સિસ્ટમ લગાવી હોય વિષ્ણુ ડાંગીને ટ્રક ક્યાં પંહોચ્યો તેની માહીતી મળતી રહેતી હતી.
દારુનો જથ્થો કોણે મંગાવ્યો અને ક્યાં પંહોચતો કરવાનો છે.તે અંગે ડ્રાઈવર જાણતો ના હોય પોલીસે વિશેષ પુછપરછ હાથ ધરી તપાસ નાં ચક્રોગતિમાન કર્યા છે.