ગોંડલ માં વારંવાર નાં વિજ કાપ થી પરેશાન લોકોએ પીજીવીસીએલ કચેરીએ ધસી જઇ રામધુન બોલાવી વિરોધ દર્શાવ્યો:પીજીવીસીએલ તંત્ર ની નિંભરતા જૈસે થે.

Loading

ગોંડલ માં છેલ્લા દોઢ બે માસ થી વિવિધ વિસ્તારોમાં દિવસ નાં અનેકવાર વિજળી ગુલ થતી હોય લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાછે.અસહ્ય બફારા વચ્ચે લાઇટ વગર અકળાયેલા લોકોનાં ટોળા વિજ કચેરીએ દોડી જઇ ઉગ્ર રજૂઆત કરી રહ્યાની ઘટના રોજીંદી બનીછે.ત્યારે ગત રાતે વારંવાર લાઈટ ચાલી જતી હોય પરેશાન બનેલા ગુંદાળા ચોકડી,ક્રિષ્ના સોસાયટી,ભગવતી તીર્થ પાર્ક,વસંત વાટીકા,અક્ષર વાટીકા,ગોકુલધામ સહિત વિસ્તાર માં રહીશો પીજીવીસીએલ કચેરીએ ધસી ગયા હતા.આ સમયે કોઈ જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓ હાજર ના હોય રહીશોએ કચેરીએ બેસી રામધુન બોલાવી રોષ વ્યક્ત કર્યો હતો.


ભગવતી તીર્થ પાર્ક નાં રહીશ મહેશભાઈ સાવલીયાએ રોષીભેર કહ્યુકે અમારા વિસ્તાર માં દોઢ મહીનાથી અવારનવાર લાઇટ ચાલી જાય છે.જો ફોન કરીએ તો કોઈ ફોન ઉપાડતુ નથી.લાઇટ વગર અસહ્ય બફારા માં રહેવું મુશ્કેલ બન્યુ છે.વિજ તંત્ર કોઈ જવાબ આપવાને બદલે મનમાની ચલાવી રહ્યુ છે.


અક્ષર સોસાયટી માં રહેતા રાજેશભાઈ ભાલોડી એ ફરિયાદ કરી કે છેલ્લા દોઢ બે મહીનાથી દિવસ કે રાત્રીનાં કલાકો સુધી લાઇટ ચાલી જાયછે.તો ક્યારેક લો વોલ્ટેજ પાવર હોય છે. જેમાં પંખા પણ ધીમી ગતિથી ફરતા હોય તિવ્ર બફારા માં લોકો ત્રાહીમામ બન્યા છે.જો આ મુદ્દે યોગ્ય નહી થાય તો મહીલાઓ તથા બાળકો સાથે પીજીવીસીએલ કચેરીએ ધામા નાખી આંદોલન કરાશે.
ઉલ્લેખનીય કે થોડા દિવસો પુર્વે નાગડકા રોડ નાં ખેડુતો વારંવાર નાં વિજ કાપ થી ત્રાસી જઇ વિજ કચેરીએ દોડી જઇ ફરિયાદ કરી હતી.આ સમયે અગ્રણી મનસુખભાઈ સખીયાએ બે દિવસ માં વિજ પુરવઠો પુર્વવત નહી થાય તો તાળાબંધી સહિત આંદોલન ની ચીમકી આપી હતી.


બીજી બાજુ કોંગ્રેસ નાં યતિષભાઈ દેસાઈ એ પણ પીજીવીસીએલ ની લૌલમલોલ નીતિ સામે આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી.પણ પીજીવીસીએલ તંત્ર નિંભર બન્યુ હોય તેમ આગેવાનોની રજૂઆતો કે ચીમકી ને ઘોળીને પી જતુ હોય તેમ વારંવાર વિજ કાપ ની પરિસ્થિતિ યથાવત રહેવા પામી હોય કોઈ સુધારો થયો નથી.ત્યારે લાગેછે કે પીજીવીસીએલ તંત્ર કોઈ મોટા લોકઆંદોલન ની રાહ જોઇ રહ્યુ છે.

error: Content is protected !!