ગોંડલ તાલુકા પોલીસ દ્વારા એશિયાટીક કોલેજ માં સાયબર ક્રાઇમ તથા ટ્રાફિક અવેરનેસ સેમિનાર યોજાઇ.
ગોંડલની એશિયાટીક કોલેજમાં તાલુકા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ ટ્રાફિક નિયમનનો સેમિનાર રાખવામાં આવ્યો હતો. જેમાં એશિયાટિક કોલેજના ચેરમેન ગોપાલભાઈ ભુવા તેમજ કોલેજના પ્રોફેસરો અને અન્ય સ્ટાફ તેમજ 50 થી 70 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ વેળા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી.પરમાર દ્વારા મોટરસાઇકલ ચલાવતી વખતે હેલ્મેટ ફરજીયાત પહેરવા સુચના આપી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું તેમજ રોંગ સાઈડમાં ક્યારેય વાહન ન ચલાવવા સમજુતી આપી હતી.
ઉપરાંત સાઇબર અવેરનેસ બાબતે અજાણ્યા નંબર પરથી આવતા કોલ ન ઉપાડવા તેમજ કોઈ ને પોતાના બેંક પાસવર્ડ કે otp ન આપવા સમજ આપવામાં આવી હતી. વધુમાં જો સાઇબર ફ્રોડ નો ભોગ બની જવાય તો તાત્કાલિક 1930 નંબર પર જાણ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.