ગોંડલ ની મુરલીધર સોસાયટીમાં જુગાર રમી રહેલા છ જુગારીઓ ને રુ.1,29,500 નાં મુદ્દામાલ સાથે જડપી લેતી એલસીબી પોલીસ.

Loading

ગોંડલ માં માલધારી હોટલ પાછળ મુરલીધર સોસાયટી માંથી ૬(છ) જુગારીઓ ને જુગાર રમતા કુલ રૂ.૧,૨૯,૫૦૦ ના મુદ્દામાલ સાથે એલસીબી પોલીસે જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
એલ.સી.બી શાખાના પો.ઈન્સ. વી.વી.ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ એલ.સી.બી શાખાના પો.સબ.ઇન્સ. એચ.સી.ગોહીલ સ્ટાફના ઇન્દ્રસિહ જાડેજા, જયવિરસિંહ રાણા,બાલકૃષ્ણ ત્રિવેદી, અનિલભાઇ ગુજરાતી સહિત પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન મળેલ હકિકત નાં આધારે ગોંડલ નેશનલ હાઇવે માલધારી હોટલ પાછળ મુરલીધર સોસાયટી માં વિપુલભાઈ જમનભાઇ ગજેરા ના ભાડાના રહેણાંક મકાન માં જુગાર રમી રહેલા

વિપુલભાઈ જમનભાઇ ગજેરા રહે. ગોંડલ નેશનલ હાઇવે માલધારી હોટલ પાછળ મુરલીધર સોસાયટી ખોડાભાઇ સાવલીયા ના મકાનમાં ભાડે થી મૂળ. ગામ.ચોકલી તા. જી. જૂનાગઢ નિલેશભાઈ ભોગીભાઈ બોરિયા રહે. ગોંડલ પરાગભાઇ જેન્તીભાઇ ગજેરા રહે. રામોદ વિવેકભાઇ વિજયભાઇ અપારનાથી રહે. રામોદ હરેશભાઈ જેરામભાઈ ઠુંમ્મર રહે.ચરખડી તથા
મેહુલભાઈ ઉર્ફે ઘુસો જેરામભાઈ ઠુંમ્મર રહે. ચરખડી વાળાને રોકડા રૂ.૪૯,૦૦૦ મોબાઇલ ફોન નંગ-૦૬ કિ.રૂ.૩૦,૫૦૦ તથા બે વાહન કિ.રૂ.૫૦,૦૦૦
સહિત નાં મુદ્દામાલ સાથે જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!