ગોંડલ નાં ખીમોરી તળાવ માં બે મિત્રો નાં ડુબી જવાથી મોત:એક ડુબતો હતો બીજો બચાવવા જતા બન્ને ડુબ્યા:પરીવાર શોકમગ્ન.
ગોંડલ નાં ખીમોરી તળાવ માં નહાવા પડેલા બે મિત્રોનાં ડુબી જતા મોત નિપજ્યા હતા.એક મિત્ર તળાવ માં નહાવા પડ્યો હોય ડુબવા લાગતા બીજો મીત્ર તેને બચાવવા જતા બન્ને ડુબી ગયા હતા.બનાવ બાદ લોકો એકઠા થઇ જતા ફાયર બ્રિગેડ ને જાણ કરતા દોડી આવેલી ફાયર ટીમે બન્નેને બહાર કાઢી ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ વોરા કોટડા રોડ પર રહેતા મેહુલ ઘેલાભાઇ બુકેલીયા ઉ.17 ખીમોરી તળાવ નજીક આવેલા કારખાના માં કામ કરેછે.બપોરે વોરાકોટડા રોડ પર રહેતો તેનો મિત્ર સુજલ રાજુભાઇ પરમાર ઉ.20 મેહુલને મળવા આવ્યા બાદ બન્ને મિત્રોને તળાવ માં નહાવાની ઇચ્છા થતા ખીમોરી તળાવે પંહોચ્યા હતા.

દરમ્યાન કારખાનામાં સાથે કામ કરતા મિતુલભાઇ ટોળીયાએ બન્નેને તળાવમાં નહાવા જતા રોક્યા હતા.
પરંતુ બન્નેને મોત પોકારતુ હોય તેમ મિતુલભાઇની વાત નહી માની બન્ને તળાવ માં પડ્યા હતા.
મેહુલને તરતા નહી આવડતુ હોય તળાવ માં પડ્યા સાથે જ ડુબવા લાગતા સુજલ તેને બચાવવા જતા બન્ને મિત્રો ઉંડા પાણીમાં ડુબવા લાગ્યા હતા.આ સમયે મીતુલભાઇ તળાવે દોડી આવતા બન્નેને બચાવવા પ્રયત્ન કર્યો હતા.પણ નિષ્ફળ જતા બન્નેનું ડુબી જવાથી મોત નિપજ્યા હતા.બન્નેનાં મૃતદેહ ને પાણીમાં થી બહાર કાઢી પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.સુજલ છુટક મજુરી કરતો હતો.બે ભાઇઓ માં મોટો હતો.તેના માતા પિતા હયાત નથી.જ્પારે મેહુલ પણ છુટક મજુરીકામ કરતો હતો.બે ભાઇઓ અને ચાર બહેનો નાં પરીવાર માં સૌથી નાનો હતો.બનાવ નાં પગલે બન્નેનો પરીવાર સિવિલ હોસ્પિટલ દોડી ગયો હતો.
બનાવ અંગે બી’ડીવીઝન પોલીસ નાં રમેશભાઈ પરમાર તપાસ ચલાવી રહ્યા છે.