રાજકોટ બાદ ગોંડલ ની કોર્ટ માં સગીરા ની જયરાજસિંહ,ગણેશભાઈ તથા તેના માણસો સહિત 28 વ્યક્તિઓ સામે ફરિયાદ.

Loading

ચકચારી અમીત ખુંટ આપઘાત પ્રકરણ ની આરોપી સગીરાએ રાજકોટ કોર્ટ માં જયરાજસિંહ તથા પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ કર્યા બાદ આજે ગોંડલ ની જ્યુડી.મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ માં જયરાજસિંહ, ગણેશભાઈ ,ડીસીપી બાંગરવા,ડીવાયએસપી કે. જી. ઝાલા,પીઆઇ એ.ડી. પરમાર ઉપરાંત જયરાજસિંહ નાં માણસો દિગપાલસિહ,જેકીભાઈ, મહિપતસિંહ, હેમભા સહિત 28 વ્યક્તિઓ સામે ફરિયાદ કરીછે.
સગીરાએ ફરિયાદ માં કહ્યુ કે મને જયરાજસિંહ નાં માણસો સત્ય હકીકત જણાવવા દેતા ના હતા.મને દબાણ કરતા હતા.અને તે લોકો કહે તે નામ લખાવવા દબાણ કરતા હતા.હું અગાઉ કહેતી હતી કે આ લોકો મારાં ઘર સુધી પંહોચી જશે.મારાં પિતા ને દબાણ કરી વીડીયો બનાવવા મજબુર કરાયા હતા.આ સાજીસ માં મારા ગામનાં સરપંચ પણ સામેલ છે.
સગીરાનાં વકીલ ભૂમિકા પટેલે કહ્યુ કે સગીરાને ગોંડલ ની શ્રી હોટલ માં બે દિવસ ગોંધી રખાઇ હતી.અમે શ્રી હોટેલ,ડીવાયએસપી તથા તાલુકા પોલીસ સ્ટેશન નાં સીસીટીવી ફૂટેજ ની માંગ કરીછે.
error: Content is protected !!