બનાસકાંઠા જીલ્લાના ભાભર પો.સ્ટે.ના બળાત્કાર પોકસો નાં ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ગોંડલ બી ‘ડીવીઝન પોલીસ.

Loading

રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા નાસતા- ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક કે. જી. ઝાલા ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર જે. પી. રાવ ની સુચના અન્વયે સવૅલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો. હેડ કોન્સ. મદનસિંહ જેઠુસિંહ ચૌહાણ તથા પો.કોન્સ ઓમદેવસિંહ જાડેજાને હકિકત મળેલ કે બનાસકાંઠા જીલ્લા ના ભાભર પોલીસ સ્ટેશન ના બી.એન.એસ. એકટ ની કલમ ૬૪(૨) (એમ) ૩૫૧(૩) તથા પોકસો એકટ ની કલમ ૪,૬, મુજબ ના ગુનામાં નાસતો ફરતો આરોપી સાહીલજી માનાજી ઠાકોર રહે. ગામ. ચચાસણા તા. ભાભર જી. બનાસકાંઠા વાળો પોરબદર થી રાજકોટ તરફ જનાર છે. જેને ગોંડલ આશાપુરા ચોકડી ખાતેથી પકડી લઇ આગળની કાયૅવાહી માટે ભાભર પોલીસ સ્ટેશન નો સંપર્ક કરી મજકુર વીરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી થવા સોપી આપેલ હતો.

error: Content is protected !!