યે આગ કબ બુજેગી:ગોંડલ માં ફરી ગરમાવો:તા.18 નાં ગોંડલ માં દલીત સંમેલન:પીઆઇ. ઓડેદરા તથા પરમાર સામે ગુન્હા નોંધવા તથા દિનેશભાઇ પાતર સામે નાં ગુન્હા રદ કરવા મુખ્ય માંગ:ગુજરાત ભર નાં એકલાખ દલીત ગોંડલ માં ઉમટી પડવાનો દાવો.

Loading

ચકચારી બનેલા બન્ની ગજેરા કાંડ માં મદદગારી અંગે જેની સામે ચાર પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાઈ હતી તેવા ગોંડલ નાં દિનેશભાઇ પાતર સામે પોલીસે ખોટા ગુન્હા નોંધ્યા હોવાનું અને આ માટે એલસીબી પીઆઇ.વી.વી.ઓડેદરા તથા તાલુકા પીઆઇ. એ.ડી.પરમારે કાવત્રુ ઘડ્યાનું જણાવી આ મુદ્દે આક્રોશ જતાવવા ગોંડલ ખાતે આગામી તા.18 બુધવાર નાં દલીત સંમેલન નુ એલાન કરાયુ હોય ગોંડલ ફરી એકવાર ચર્ચા માં આવ્યુછે.

જુનાગઢ જીલ્લા સમસ્ત અનુ.જાતી સમાજ પ્રમુખ દેવદાનભાઇ મુછડીયા એ જણાવ્યુ કે ગોંડલ નાં એડવોકેટ દિનેશભાઈ પાતર ને એલસીબી પીઆઇ ઓડેદરા તથા તાલુકા પીઆઇ પરમારે ચાર ચાર ખોટા ગુન્હા માં ફીટ કરી દિનેશભાઇ ની કારકીર્દી પુરી કરી દેવાનું ષડયંત્ર રચ્યુ છે.

આ બન્ને પોલીસ ઇન્સ્પેક્ટર સામે ગુન્હા દાખલ કરવા તથા દિનેશભાઇ સામેનાં ખોટા ગુન્હા રદ કરવાની માંગ સાથે ગોંડલમાં ડો.આંબેડકર ની પ્રતિમા પાસે દલીત સંમેલન નું આયોજન કરાયુછે.જેમા સૌરાષ્ટ્ર નાં બારેય જીલ્લામાં થી યુવાનો બાઇક લઇ ઉમટી પડશે.ઉપરાંત ગુજરાત ભર માં થી પણ દલીત સમાજ મોટી સંખ્યા માં સંમેલન માં ઉપસ્થિત રહેશે.તેમણે ગોંડલ ખાતેનાં સંમેલન માં એકલાખ લોકો હાજરી આપશે તેવો દાવો કર્યો હતો.

 


ઉલ્લેખનીય કે ચર્ચાસ્પદ યુટુબર બન્ની ગજેરાએ ગોંડલ નાં જાહેર જીવન નાં કેટલાક આગેવાનો સામે તેમની પ્રતિષ્ઠા ને હાની પંહોચે તે પ્રકારે અભદ્ર ટિપ્પણીઓ કરી હોય બન્ની સામે ગોંડલ સીટી,તાલુકા,સુલતાનપુર પોલીસ સ્ટેશન માં ફરિયાદો થઇ હતી.જેમાં મદદગારી અંગે ગોંડલ નાં દિનેશભાઈ પાતર ની પણ ધરપકડ કરાઇ હતી.દરમિયાન પોલીસે ટોર્ચર કરયાનાં દિનેશભાઇ પાતરે આક્ષેપો કર્યા હોય મામલો ગરમાયો હતો.
હવે આ મુદ્દે ગોંડલ માં સંમેલન યોજાઇ રહ્યુ હોય ગોંડલ ફરી એકવાર ચર્ચા માં આવ્યુછે.

error: Content is protected !!