બહુચર્ચિત બન્ની અને પિયુષ સામે બી’ડીવીઝન પોલીસ માં ફરિયાદ: ગોંડલ, સુલતાનપુર જેતપુર ઉપલેટા બાદ ગોંડલ માં વધુ એક ફરિયાદ:બહુ ચગેલા બન્નીનું ચકરડુ ઉંધુ ફર્યુ.
ગોંડલ નાં જાહેરજીવન નાં આગેવાનો અને તેના પરીવાર ની મહીલાઓ વિષે અભદ્ર ટીપ્પણીઓ કરી સોશિયલ મિડીયા માં વિડીયો વાયરલ કરી રહેલા બન્ની ગજેરા તથા તેના સાગરીત સામે બી’ડીવીઝન પોલીસ માં ફરિયાદ થતા ગોંડલ તાલુકા,સુલતાનપુર, જેતપુર બાદ વધુ એક ફરિયાદ થતા બન્ની નો વાણી વિલાસ તેને ભારે પડી રહ્યોછે.
ગોંડલ તાલુકા પંચાયત નાં મહીલા પ્રમુખ હીનાબેન નાં પતિ ભરતભાઇ લાલજીભાઈ ઢોલરીયાએ પોતાના પરિવાર અને પરીવાર ની મહીલાઓ અંગે અભદ્ર ટીપ્પણીઓ કરી સોશિયલ મિડીયામાં વિડીયો વાયરલ કરવા અંગે બન્ની ગજેરા અને તેને માહીતી પુરી પાડનાર પિયુષ રાદડીયા સામે ગોંડલ બી’ડીવીઝન પોલીસ માં ફરિયાદ કરાછે.
ફરિયાદ માં ભરતભાઇ ઢોલરીયાએ જણાવ્યુ કે જેતપુર તાલુકા નાં ગુંદાળાનાં ભાવિન ઉર્ફ બન્ની ગજેરાએ અમારાં સમાજ તથા અમારા કુટુંબની મહીલાઓ નાં ચારિત્ર ઉપર આળ મુકી વિડીયો વાયરલ કરી અમારી તથા અમારાં પરીવારની મહીલાઓ ની બદનામી કરીછે.વધુમાં ગોંડલ નાં પિયુષ રાદડીયાએ અમારાં પરીવાર ની મહીલાઓ નાં ચારિત્ર અંગે ખોટી માહિતી બન્નીને આપી હોવાની અમોને શંકા છે.મારા પત્નિ ગોંડલ તાલુકા પંચાયત નાં પ્રમુખ હોય તેઓને બદનામ કરવા પિયુષ રાદડીયા અવારનવાર મારાં પત્નિનો પીછો કરતો હોવાનું અમોને જાણવા મળેલ છે.આમ અમારી તથા અમારાં પરીવાર ની મહીલાઓ ની બદનામી થાય તેવા વિડીયો સોશ્યલ મીડીયા માં વાયરલ કરાયા છે.
પોલીસે ભરતભાઇ ઢોલરીયાની ફરિયાદ લઇ બન્ની ગજેરા તથા પિયુષ રાદડીયા સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરીછે.