આ બધુ એસપી અને જયરાજસિંહ કરાવેછે:એકપછી એક ખોટા ગુન્હામાં પોલીસ ફીટ કરી રહીછે:સુલતાનપુર પોલીસ માં જામીન પર છુટેલા દિનેશ પાતર ની તબિયત લથડતા હોસ્પિટલ માં દાખલ.

Loading

બન્ની ગજેરા તથા પિયુષ રાદડીયાની મદદગારી માં ગોંડલ તાલુકા પોલીસ બાદ સુલતાનપુર પોલીસે પકડેલા એડવોકેટ દિનેશભાઈ પાતર જામીન મુક્ત થયા બાદ તેની તબિયત લથડતા પોલીસે ગોંડલ સિવિલ હોસ્પિટલ માં ખસેડ્યા હતા.
બનાવ ની જાણ થતા મેઘવાળ સમાજ નાં યુવાનો નાં ટોળા દિનેશભાઈ નાં સમર્થન માં હોસ્પિટલ માં એકઠા થયા હતા.અને દિનેશભાઈ પાતર ને પોલીસ ખોટી રીતે ફીટ કરતી હોવાનાં આક્ષેપ સાથે ઉગ્રતા વ્યાપી હતી.
હોસ્પિટલ નાં બિછાને થી દિનેશભાઈ પાતરે જીલ્લા પોલીસ વડા તથા જયરાજસિહ જાડેજા સામે આક્ષેપ કરી એક પછી એક પછી ગુન્હામાં ખોટી રીતે ફીટ કરી રહ્યાનુ જણાવ્યુ હતુ.
તેમણે વધુમાં કહ્યુ કે રાજકુમાર જાટ નાં સીસી ફુટેજ જીલ્લા પોલીસ વડા પાસેછે.જે જયરાજસિહ તથા ગણેશ નાં છે.આ અંગે હું જાહેરમાં બોલ્યો એટલે મને ખોટીરીતે ફીટ કરાઇ રહ્યોછે.હું મારા ક્લાયન્ટ ને મળવા ગયો હતો અને મને ગુનેગાર બનાવી દેવાયો છે.પોલીસ મને ત્રાસ આપી રહીછે.મારી કોઈ સલામતી નથી.
સુલતાનપુર પોલીસ માં મારા બપોર નાં જામીન થઈ ગયા હોવા છતા સાંજ સુધી પોલીસે મને ગોંધી રાખ્યો હોય મારી તબિયત લથડી છે.
error: Content is protected !!