માદક પદાર્થ હેરોઇન ના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી રાજકોટ શહેર એસ.ઓ.જી શાખા.
રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા સાહેબ તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહીલ તથા મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ભરત બી. બસીયા તરફથી રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કડક કાયૅવાહી કરવા સુચના આપેલ હોય જે સબંધે એસ.ઓ.જી. પો.ઇન્સ. એસ.એમ.જાડેજા તથા એન.વી.હરીયાણી ની રાહબરી હેઠળ તા.૨૦/૦૫/૨૦૨૫ ના રોજ એસ.ઓ.જી. શાખાના પો.હેડ કોન્સ. હરદેવસિંહ દીલુભા જાડેજા તથા યોગરાજસિંહ છનુભા ગોહીલ તથા પો.કોન્સ. અનોપસિંહ પ્રવીણસિંહ ઝાલા નાઓની સંયુકત બાતમી આધારે રાજકોટ શહેર જંકશન પ્લોટ ગાયકવાડી શેરી નંબર-૪ ના ખુણે વોકળા પાસે અયાન મંઝિલ મકાન બહાર જાહેરમા માદકપદાર્થ હેરોઇન ના જથ્થા સાથે નીચે જણાવેલ ઇસમને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી પ્ર.નગર પો.સ્ટે.માં ગુન્હો નોંધવામા આવેલ છે.
મળી આવેલ મુદામાલઃ-
અનુ.
કબ્જે કરેલ વસ્તુ
વજન/સંખ્યા
કિંમત રૂપીયા
1. માદક પદાર્થ હેરોઇન
૭૩.૫૨૦ ગ્રામ
3,99,900/-
કુલ કિ.રૂ
૩,૬૭,૬૦0/-
આરોપી-
શાહરૂખ ઉર્ફે ડોનુ અમીનભાઇ વિકયાણી ઉ.વ. ૩૦ રહે. અયાન મંઝીલ ગાયકવાડી શેરી નંબર-૪ ના ખુણે વોકળા પાસે, જંકશન પ્લોટ રાજકોટ
કામગીરી કરનાર:-
પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.જાડેજા તથા એન.વી.હરીયાણી તથા પો.સબ ઇન્સ. એસ.બી. ઘાસુરા એ.એસ.આઇ. વિરેન્દ્રસિંહ ઝાલા તથા એ.એસ.આઇ. અરૂણભાઇ બાંભણીયા પો.હેડકોન્સ. હરદેવસિંહ જાડેજા તથા યોગરાજસિંહ ગોહીલ તથા ઉપેન્દ્રસિંહ ઝાલા તથા જયદીપસિંહ ચૌહાણ તથા હરદેવસિંહ વાળા તથા પો.કોન્સ. અનોપસિંહ ઝાલા તથા મહીલા પો.કોન્સ. મોનાબેન બુસા ડ્રાઇવર પો. હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ. નરપતસિંહ જાડેજા
પ્રાથમીક પરીક્ષણ કરી અભિપ્રાય આપનાર એફ.એસ.એલ. અધિકારી શ્રી ફરદીનબેન કાદરી.