સ્વયં પ્રગટ ભૂરખીયા હનુમાનજી દાદાનું મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકાયું.
સ્વયં પ્રગટ ભૂરખીયા હનુમાનજી દાદાનું મંદિર લોકડાઉન ને કારણે દિવસો સુધી બંધ રહેલ.શ્રી રામદૂત હનુમાનજી દાદાની મુર્તિ લાઠી તાલુકાના ભૂરખીયા ગામે સંવત ૧૬૪૨મા ચૈત્ર સુદ પુનમની રાત્રે ૧૨ વાગે સ્વયં પ્રગટ થયેલ.આ સ્થળ અતિ પવિત્ર અને શ્રદ્ધાનું આસ્થાનું મનોકામના પુર્ણ કરનાર ભૂરખીયા દાદાના દર્શન માટે ન ગણી શકાય એટલાં દર્શનાર્થીઓ આવતાં હોય છે. કોરોના વાઈરસ નામની મહામારી ને કારણે લોકડાઉનની તંત્ર તરફ થી સુચના આવતા દર્શન અને ભોજનાલય બંધ કરવામાં આવેલ. કેટલાયે દિવસો બાદ આજે તા.૧૬-૮ ને રવિવારથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવેલ છે. દર્શન કરવા આવતાં તમામ દર્શનાર્થિઓએ ફરજીયાત માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું તેમજ પ્રવેશદ્વાર પાસે સેનીટાઈઝેશન કર્યા પછી અંદર પ્રવેશવું જેવા અગત્યના નિયમોનું પાલન કરવાનું રહેશે.પુજારી પરિવારને સહકાર આપવાનો રહેશે.