રીબડાના શખ્સે યુવતીને જ્યુસમાં કેફીપીણું પીવડાવ્યું, બેભાન થતાં દુષ્કર્મ કર્યું, અવાવરું સ્થળેથી પીડિતા બેભાન મળી, પોલીસે ગુનો નોંધ્યો.
સાવરકુંડલાની મોડલને રાજકોટમાં ઘેની પ્રવાહી પીવડાવી રીબડાના શખ્સે દૂષ્કર્મ કર્યાનો આક્ષેપ:ભોગ બનેલી સગીરા ગોંડલ રોડ પાસે અવાવરૂ સ્થળેથી બેભાન મળી : યુવતીનું મેડિકલ તપાસ હાથ ધરી પરિચિત શખ્સની શોધખોળ.
રાજકોટમાં રહેતી અને મુળ સાવરકુંડલા પંથકની ૧૭ વર્ષની મોડેલ ઉપર ઇન્સ્ટાગ્રામ મારફતે પરિચયમાં આવેલા રીબડા ગામના યુવાને રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલ એક જ્યુસની દુકાને જ્યુસમાં કેફી પીણું પીવડાવી બેભાન કર્યા બાદ મોડેલ ઉપર દુષ્કર્મ ગુજારી તેણે ગોંડલરોડ ચોકડી પાસે અવાવરું સ્થળે મૂકી ભાગી જતા આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોચ્યો હતો. યુવતીના આક્ષેપો અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
મૂળ સાવરકુંડલા પંથકની ૧૭વર્ષની સગીરા છેલ્લા બે મહિનાથી રાજકોટની એક હોટેલમાં રહેતી હતી અને મોડલિંગ કરતી હતી. આ સમય દરમિયાન ૧૦ દિવસ પૂર્વે ઇન્સ્ટાગ્રામ મારફતે રીબડા ગામના અમીત દામજી ખુંટ નામના પટેલ યુવાન સાથે જ પરીચય થયો હતો. અને બન્ને અવાર-નવાર મળતા હતા. અને બને રીલેશનશીપમાં આવ્યા હતા. આ દરમિયાન શુક્રવારે મોડી સાંજે અમીત ખુંટ સગીરા બન્ને મળ્યા હતા અને અમિત સગીરાને લઈને યાજ્ઞીક રોડ પર આવેલી જ્યુસની દુકાને ગયો હતો. જ્યાં બન્ને સાથે જયુસ પીધું હતું. ત્યારબાદ સગીરા બેભાન થઈ ગઈ હતી. અને જ્યારે તે ભાનમાં આવી ત્યારે ગોંડલ રોડ ચોકડીએ અવાવરુ સ્થળે હતી. ભાનમાં આવ્યા બાદ
સગીરાએ તેના મોટા બહેનને ફોન કરીને ત્યાં બોલાવ્યા હતા અને તમામ વિગતથી વાકેફ કર્યા હતા. સગીરા સાથે અમિતે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું તેણે પોલીસને ઉપરોક્ત વિગતો સાથે ઘટના વર્ણવી હતી. આ મામલે પોલીસે તપાસ શરૂ કરાઈ છે. સગીરાની બહેને મીડિયા સમક્ષ આપેલા ઇન્ટરવ્યુંમાં માહિતી આપતા હતું કે, હાલ સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે.
ઘટના કેવી રીતે બની તે સહિતની વિગતો ચકાસાઈ રહી છે.સગીરા રાજકોટમાં રહીને અભ્યાસ કરતી હતી. તેમના પરિવારના સભ્યો સુરત રહેતા હોવાનું પણ પોલીસ સમક્ષ કબુલ્યું હતું. જેના પર દુષ્કર્મ થયું તે સગીરાએ તેની એક ફ્રેન્ડને પણ આ ઘટનાથી વાકેફ કરી હોવાનું પોલીસ જણાવી રહી છે. હાલ સગીરાને જનાના હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. જેના પર દુષ્કર્મનો આરોપ મુકવામાં આવ્યો છે તે અમીત ખુંટને ઝડપી લેવા પોલીસે પ્રયાસો શરૂ કર્યા છે.
ન્યાય નહીં મળે તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી
સમગ્ર બનાવ અંગે સગીરાની સાથે રહેતી તેની મિત્રએ આક્ષેપ કર્યો હતો કે, આ શખસ તેને બેભાન કરી અહીંથી લઈ ગયા બાદ તેના પર દુષ્કર્મમાં આચર્યું છે. આ બાબત અંગે પોલીસની જાણ કરવામાં આવી છે. જો પોલીસ દ્વારા ન્યાય નહીં મળે તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.