મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા સહિત ૫ સામે ગોંડલમાં હનીટ્રેપનો ગુનો નોંધાયો.
વૃધ્ધને યુવતી મારફત જાળમાં ફસાવ્યા યુવતીએ કહ્યું મારૂ દેણું ભરી દો હું તમે કહો તે સંબંધ રાખવા તૈયાર છું કહી વિડિયો કોલમાં ગુપ્તભાગ દેખાડયોઃ બાદમાં વૃધ્ધના ઘરે ટોળકીએ પહોંચી યુવતીએ દવા પીવાની વાત કરી ધમાકાવી સેટેલમેન્ટ માટે ૭ લાખનું દેણુ ભરાવા કહ્યું.
મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા સહિત પાંચ સામે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપનો ગુનો નોંધાયો છે. યુવતીએ વૃધ્ધને ફસાવી વીડિયો કોલમાં ગુમભાગ બતાવી બાદમાં દેશુ ભરપાાઈ કરવાનું કહ્યું હતું. વૃધ્ધના ઘરે ટોળકીએ પહોંચી ધમકાવી સેટલમેન્ટ કરવાનું કહેતા અંતે ફરિયાદ નોંધાવી હતી.
ગોંડલના ગીતાનગરમાં રહેતા ૬૦ વર્ષના વૃધ્ધે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી કરિયાદમાં આરોપી તરીકે એક યુવતી, પદ્મીનીબા વાળા, તેનો પુત્ર, શ્યામ, હીસ્તના નામ આપ્યા છે. વૃધ્ધે ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું નિવૃત જીવન ગાળું છું. ખાજથી આશરે પંદરેક દિવસ પહેલા અમો અમારા ઘર પાસે બેઠેલ હોય ત્યારે રાતના આશરે દશેક વાગ્યે એક બહેન રીક્ષામા બેસી અમારી પાસે આવી અમોને એક ચીઠ્ઠી બતાવેલ જેમાં કુંભારવાડા મામાદેવનું મંદીર તેવું સરનામુ લખેલ હોય તે સરનામા બાબતે અમોને પુછેલ જેથી અમે તેને આ ચીઠીમા લખેલ સરનામું બતાવેલ. બાદ આ અજાણી મહીલાએ અમોને પુછેલ કે મારે ત્યા જોવડાવવા જવ છે જેથી
મેકહેલ કેમને ખબર નથી તેમ વાત કરી મારી સાથે વાતચીત ચાલુ કરેલ. બાદ આ મહીલા રીક્ષામાં જતી રહેલ બાદ અડધી ક્લાક બાદ પાછી આવેલ અને મારી સાથે વાતચીત ચાલુ કરેલ અને વાતોવાતમા મારા નંબર લીધેલ બાદ બીજે દિવસે મને તેના મોબાઈલ ઉપરથી સવારે નવેક વાગ્યે ફોન આવેલ અને મને કહેલ કે કાલે રાત્રે હુ તમને મળેલ હતી અને મામાદેવનુ સરનામુપુછેલ હતુ તે બોલુ છુઅને મને કહેલ કે મારો પરવાળો મરી ગયેલ છે મારા ઘર મા કઈ નથી મારૂ તમે કઈક જોજો. જેથી મે કહેલ કે હુ આવુ કાઈ જોતો નથી તેમ અમારી વચ્ચે
વાચીત થયેલ.
ત્યારબાદ આ મહિલાએ મુને કહેલ કે તમે મને રાત્રે બારેક વાગ્યે ફોન કરજો મારે તમારુ ખાસ કામ છે બાદ રાતના નવેક વાગ્યે પાછો ફોન આવેલ અને મને કહેલ કે તમે મને રાતે બાર વાગ્યે ફોન કરજો તેમ કહી ફોન કાપી નાખેલ. બાદ મેરાતના બક વાગ્યે ઘણા ફોન કરેલ પુ ભાર ફોન ઉપડેલ નહીં બાદ બીજી દિવસે રાતના બારેક વાગ્યે મેં તેમને પાછો વિડીયો કોલ કરેલ તો મને વિડિયો કોલમાં કહેવા લાગેલ કે મારા ઘરમાં કાંઈ નથી તમે મારૂ દેણુ ભરી દયો નહીતર હું દવા પી જઈશ જેથી મેં તેમ ને આસ્વાશન
આપેલ તો આ મહીલાએ મને કહેલ કે, તમે કહો તેમ હું કરવા તૈયાર છું. તમે મારુ દેણું ભરી દો. હું તમારી સાથે ગમે તે સબંધ બાંધવા તૈયાર છું, તેમ કહી મહીલાએ પોતાનું ટી-શર્ટ ઊંચુ કર્યું હતું. બાદ તા.૧૬/૦૪/૨૦૨૫ના રોજ
રાત્રે આશરે સાડા આઠેક વાગ્યે મારા આ મોબાઈલ નંબર ઉપર મને ફોન આવેલ અને મને કોનમાં કહેલ કે તમે રાજકોટ ઓફીસે આવો છોકરી બાબતે મારે તમને પ્રશ્ન પુછવા છે તેમ વાત થયેલ બાદ ગઇકાલે બપોરે દશેક વાગ્યે મને આ ઉપરોકત નંબર પઉપરથી કોન આવેલ કે તમે કેમ ફોન ઉપાડતા નથી જેથી મે ફોન કાપી નાખેલ અને હું રાજકોટ મારા ભત્રીજા પ્રકાશ પાસે ગયેલ અને આ બધી વાત કરેલ અને પાછો ગોંડલ આવેલ. હું પરે હતો ત્યારે બપોરના અઢી વાગ્યે મારા ઘરનો દરવાજો ખખડેલ તો મે દરવાજો ખોલતા જોયુ તો મારા ઘર બહાર બે છોકરા ઉભા હોય તેણે મને પુછેલ કે રમેશભાઈ કોણ જેથી મે કહેલ કે હું છુ જેથી આ છોકરાઓએમને કહેલ કે તે આવોતમારૂ કામ છે તેમ કહી મને આગળ ચોમા લઈ ગયેલ અને આ લોકો એક કાળા ક્લરની વેરના ગાડી નંબર પ્લેટ વગરની લઈને આવેલ હોય તેમા પદમીનીબા વાળા તથા મારી સાથે વીડીયો
કોલમા વાત કરતી મહીલા તથા એક અજાણ્યો છોકરો હતો.આ બહાર ઉભેલ છોકરાઓએ કહેલ કે પદમીનીબાને વાત કરવી છે બેઠકની વ્યવસ્થા કરી તેમ વાત કરી આ બધા લોકો ધરાર અમારા ઘરમાં ઘુસી ગયેલ અને ઉપર રૂમમા બેસેલ ત્યારે મારા ઘરે મારી પત્ની તથા મારો દીકરો
તથા મારી દીકરી ઘરે હાજર હતા અને આ લોકોની હાજરીમા આ પદમીનીબા મારી ઉપર ખોટા આરોપ નાખવા લાગેલ કે તમારે આવડી દીકરી સાથે આવુ કેમ કરાય તેમ કહી આ પદમીનીબા જોર જોરથી રાડો નાખવા લાગેલ અને મને કહેવા લાગેલ કે તને રોડ વચ્ચે ઉઘાડો કરીને મારીસ અને કહેલ કે હર્ષ સંઘવીને કહીને બુલડોઝર ફેરવી તારૂ મકાન પાડી નાખીશ તેવી ઘમકીઓ આપવા લાગેલ.બાદમાં પદમીનીબાએ કહેલ કે તમે રાજકોટ આવો માફીનો વીડીયો
બનાવી અને માફીપત્ર લખી લઈએ અને સેટલમેન્ટ કરી નાખીએ. દરમ્યાન મારી સાથે ફોનમા વાતચીત કરતી છોકરી નું તથા પદમીનીબાએ મને કહેલ કે તમે કંઈક નીર્ણય કરો અને તમે અમારૂ સાત-આઠ લાખનુ દેણુ ભરો તેમ કહેલ અને આ બાદ છોકરીએ પોતાના પર્સમાથી દવાની સીસી કાઢી હું દવા પી જઈશ તેમ કહી અમને ધમકાવવા લાગેલ અને તેની સાથે
આવેલ આ પદમીનીબા તથા બીજા અજાણ્યા ત્રણ છોકરા જેમા આ પદમીનીબાનો દીકરો પણ હતો તે બધા પણ અમને ઘમકાવવા લાગેલ જેથી અમે કહેલ કે તમે પોલીસમા કાયદેસર કરી નાખો તેમ વાતો થયેલ અને આ લોકોએ અમારી ઘરે ત્રણ કલાક માથાકુટ કરેલ અને અમને માફીનો વીડીયો બનાવવા દબાણ કરી માનસીક રીતે હેરાન કરેલ અને અમને રાજકોટ તેમની ઓફીસેઆવવા છતાણ કરેલ, આમ તેજલ પદમીનીબા વાળા તથા તેનો દીકરો તથા તેની સાથે બીજા બેઅ જાણ્યો છોકરા જેમા એક શ્યામ તથા બીજોહીન નામનો છોકરો જે આ બધાએ સાથે મળી મારી પાસેથી પૈસા પડાવવા માટે મને ફોનમા તથા વીડીયો ફેલમા યુવતી મારફતે ફસાવી મારા ઘરમા આવી સમાધાન તથા માફીનો વીડીયોતથા માફીપત્ર લખાવવા માટેતથા સેટલમેન્ટ કરવા માટે રાજકોટ તેમની ઓફીસે આવવા દબાણ કરી મારી પાસે મારા ઘરે રૂપીયા સાતથી આઠ લાખની માંગણી કરેલ હોઈ મારે ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં વૃદ્ધે જણાવતા ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી છે. દરમિયાન ફરીયાદી વૃદ્ધ સામે પણ દૂષ્કર્મનો ગુનો અલગથી દાખલ કરવામાં આવ્યો છે.