ગોંડલ તાલુકાના રીબડા ગામની સીમમાં આવેલ ઇન્ડસ્ટ્રીઝના કારખાનાઓમાં થયેલ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી મુદામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડતી ગોંડલ તાલુકા પોલીસ.
પ્રાપ્ત વિગતો મુજબ ગઇ તા.૦૫/૦૪/૨૦૨૫ ના રાત્રીના સમય દરમ્યાન ફરી.ના રીબડા સમૃધ્ધી ઇન્ડસટ્રીજ જોનમા આવેલ શ્રી ગંગા ફોર્જીંગ નામનુ કારખાના તથા સહારા નામના કારખાનામાં અંદર પ્રેવેશી કારખાનામાંથી મશીનની પીનુ, ગેર,સ્લાઇડર,ગેરની કંગની, ડાયુ, ડાયુની પીન,અને એક ઇન્ડકશન ચેંજર મશીન વીગેરે મળી કારખાનામાથી એક લાખ જેટલી કીંમતનો મુદામાલ તથા બાજુમા આવેલ નરેન્દ્રભાઇ મકવાણા ના કારખાનામાથી લોખંડની પ્લેટો આશરે ૬૦૦ કીલો વજન કીમંત આશરે ૨૦,૦૦૦/- નો લઇ જતા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવી પોતાની ફરીયાદ લખાવતા ગોંડલ તાલુકા પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૩૦૧૬૨૫૦૨૪૮/૨૦૨૩ બી.એન.એસ.કલમ ૩૩૧(૪),૩૨૯(૪),૫૪ મુજબનો ગુનો રજી. થયેલ હોય ઉપરોક્ત બનાવની ગંભીરતાને ધ્યાને લઈ રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સુચના તથા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ રાજકોટ ગ્રામ્ય, રાજકોટ નાઓના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જી.ઝાલા સાહેબ, ગોંડલ વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત બનાવમા સંડોવાયેલ આરોપીને તાત્કલીક પકડી પાડવા સખત સુચના કરવામાં આવેલ જે અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી શ્રી ડો. નવીન ચક્રવર્તી સાહેબ નાઓએ તાત્કાલીક ગોંડલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની બે ટીમો બનાવી ગુન્હો ડીટેક્ટ કરી આરોપીઓને પકડી પાડવા તપાસમાં સાથે રહી ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ જુદા-જુદા કારખાના તેમજ રોડ રસ્તાના સી.સી.ટી.વી. ફુટેઝ ચેક કરેલ તે દરમ્યાન ખાનગી બાતમીદારોથી માહીતી મળેલ કે રીબડા વિસ્તારમાં ચોરી કરેલ લોખંડના મુદ્દામાલ એક સી.એન.જી. રીક્ષામાં ભરી ગોંડલ તરફ વેચવા આવનાર હોય જે હકિકત આધારે સર્વેલ્નસ સ્ટાફના માણસો ભોજપરા ગામના પાટીયા પાસે વોચમાં હતા તે દરમ્યાન એક સી.એન.જી. રીક્ષા રજી નં.GJ-03-BX-6277 વાળીમાં બે ઇસમો બેસીને તથા એક ઇસમ શંકાસ્પદ હીરો સ્પલેન્ડર મો.સા. જેના રજી.નં. GJ-36-AK-4618 લઇને નીકળતા તે બન્ને વાહનો રોકી રીક્ષામાં ઝડતી તપાસ કરતા તેમાંથી ગોંડલ તાલુકા પો.સ્ટે. એ -પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૩૦૧૬૨૫૦૨૪૮/૨૦૨૩ બી.એન.એસ.કલમ ૩૩૧(૪),૩૨૯(૪),૫૪ મુજબ ગુન્હાના કામે ચોરી થયેલા ચોરીના લોખંડના સ્પેરપાર્ટસ અલગ-અલગ પ્લાસ્ટીકની કોથળીઓ ભરેલો મળી આવેલ તેમજ મળી આવેલ હિરો સ્પ્લેન્ડર નં. GJ-36-AK-4618 ની માહીતી પોકેટકોપ મોબાઇલના માધ્યમથી ચેક કરતા મો.સા. વાકાનેર શહેર ખાતેથી ચોરી કરેલાનું જાણવ મળી આવતા પકડે તમામ મુદામાલની કુલ કિ.રૂ.૩,૧૦,૦૦૦/- ગણી કબ્જે કરી મજકુર ત્રણેય ઇસમોને ગોંડલ તાલુકા પો.સ્ટે એ.પાર્ટ ગુ.૨.નં.૧૧૨૧૩૦૧૬૨૫૦૨૪૮/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૩૧(૪),૩૨૯(૪),૩૦૫(એ),૫૪ મુજબના ગુન્હાના કામે કાયદેસર કાર્યવાહી કરેલ છે
* આરોપી:-
> (૧) મુન્નાભાઇ લાખાભાઇ વાળા જાતે. દે.પુ ઉવ.૫૩ ધંધો. રીક્ષા ડ્રાઇવીંગ રહે. હાલ રાજકોટ કોઠારીયા રોડ સીતળાધાર ૨૫ વારીયા પ્લોટ મુળ રહે. સુલતાનપુર ગામ વાણીયાની મેડી પાસે તા.ગોંડલ જી.રાજકોટ
> (૨) સંજયભાઇ સગરામભાઇ પરમાર જાતે.દે.પુ ઉવ.૧૯ ધંધો.મજુરી રહે. રાજકોટ કોઠારીયા રોડ જુના ટોલનાકા પાસે શીવ હોટલ પાસે રોડ ઉપર
> (૩) ગોવીંદભાઇ ઉર્ફે તોતળો રમેશભાઇ પરમાર જાતે.દે.પુ ઉવ.૨૦ ધંધો. મજુરી રહે. ગોંડલ નેશનલ હાઇવે શ્રી હોટલ સામે ઝુપડામાતા.ગોંડલ જી.રાજકોટ
કબ્જે કરેલ મુદામાલઃ-
> મશીનના લોખંડના સાધનો
મશીનના ત્રાંબા-પીતળ જેવી ધાતુના સાધનો
▶ સી.એન.જી રીક્ષા GJ-03-BX-6277
> હીરો સ્પલેન્ડર મો.સા. જેના રજી.નં. GJ-36-AK-4618
રોકડ રૂપિયા ૨૦,૦૦૦/-
> મુદામાલની કુલ કી.રૂ.૩,૧૦,૦૦૦/-
♦ ડીટેકટ કરેલ ગુનોઃ-
> ગોંડલ તાલુકા પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૩૦૧૬૨૫૦૨૪૮/૨૦૨૩ બી.એન.એસ.કલમ ૩૩૧(૪),૩૨૯(૪),૫૪ મુજબનો
> વાકાનેર સીટી પો.સ્ટે આતે થયેલ મોટરસાયકલ GJ-36-AK-4618 ચોરીની ઇ-એફ.આઇ.આર
> આજથી આશરે વીસેક દિવસ પહેલા સંજય પરમાર તથા ગોવિંદ પરમાર સાથે મળી શાપર-વેરાવળ શીતળા માતાજીના મંદિરની સામેની સાઇડમાં આવેલ કારખાનામાંથી લોખંડની અલગ-અલગ વસ્તુ આશરે વજન ૩૦૦ કિ.ગ્રા. ની ચોરી કરેલની કબુલાત આપેલ છે.
* કામગીરી કરનાર અધિકારી/કર્મચારીની વિગતઃ-
+ Pro. IPS ડો.નવીન ચક્રવર્તી સાહેબ
→ ASI કુંદનભાઇ મકવાણા
H.C. ધર્મેન્દ્રસિંહ જાડેજા
→ H.C. રૂપકભાઇ બોહરા
→ H.C. જીતેન્દ્રસિંહ વાળા
* H.C. રમેશભાઈ વાવડીયા
* P.C. રવિરાજસિહ વાળા
* P.C. સંજયભાઇ મકવાણા
* P.C. ભગીરથભાઇ વાળા
* P.C. રણજીતભાઇ ધાધલ
સહિતના આ કાર્યવાહીમાં જોડાયેલા હતા.