ગોંડલના આંબરડી પાસેથી ગાંજાના જથ્થા સાથે બે પકડાયા : એસઓજી ટીમે ૮૦ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો.

Loading

ગોંડલ તાલુકાના આંબરડી પાસે એસઓજી ટીમે ગાંજાના જથ્થા સાથે બે આરોપી ને જડપી લઈ રુ. ૮૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી બ્રાંચના પીઆઈ એફ.એ.પારગી તેમની ટીમ સાથે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન હેડ.કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ, અરવિંદભાઈ દાફડા, વિરરાજભાઈ ધાધલને ખાનગી રાહે બાતમી મળેલ કે, આરોપી નરેશ લાલા ઠાકોર (રહે.મોરીદડ ગામ) જીજે-૨૪- એએસ -૪૯૪૯ નંબરના બાઇકમાં ગાંજાનો જથ્થો લઈ મોરીદડ ગામથી આંબરડી ગામ જવા નીકળેલ છે અને તેના માસા આરોપી અજુભુદર માવરીયા (રહે.જેતપુર) આંબરડી ગામથી મોરીદડ ગામ જવાના કાચા રસ્તે ઉભેલ છે તેને ગાંજો પહોંચાડવાનો છે.

એસઓજી એ આરોપી અજુ જ્યાં ઉભો હતો ત્યાં વોચ ગોઠવી હતી. ત્યાં નરેશ અજુને ગાંજાની ડિલિવરી આપતો હતો તે સમયે એસઓજીએ બંનેને દબોચી લીધા હતા. આરોપીઓના કબ્જામાંથી ૧ કિલો ૫૨૦ ગ્રામ ગાંજો જેની કિંમત રૂ૧૫,૨૦૦ અને મોટર સાયકલ જેની કિંમત ३.५०,००० ગણી રૂ.૮૦,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પકડાયેલ આરોપી નરેશ લાલા ઠાકોર (ઉ.વ.૨૬, મુળ સુબાપુર જી.પાટણ હાલ રહે, મોરીદડ ગામની સીમમાં ભુપતભાઈ મકવાણાની વાડીમાં તથા અજુ ભુદર માવરીયા-ઠાકોર ઉ.વ-૬૫, (મુળ વાઘપુરા જી.પાટણ હાલ રહે.જેતપુર જુનાગઢ બાયપાસ રોડ, કાળુભાઈ પાંભરની વાડીના મકાનમાં )ની ધરપકડ કરી ગોંડલ તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો.આરોપી નરેશ કોની પાસેથી ગાંજો લાવ્યો હતો તેની તપાસ હાથ ધરાઈ છે. આ કામગીરી એસઓજી પીઆઇ એફ. એ. પારગી, એએસઆઈ સંજયભાઈ નીરંજની, અતુલભાઇ ડાભી, હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ રાઠોડ, વિજયભાઈ વેગડ, મયુરભાઈ વિરડા, અરવિંદભાઈ દાફડા, વિરરાજભાઈ ધાધલ, શિવરાજભાઈ ખાચર, કોન્સ્ટેબલ વિજયગીરી ગૌસ્વામી, ચીરાગભાઈ કોઠીવાર, રઘુભાઈ ઘેડ, વિપુલભાઈ ગોહીલ, એ.એસ.આઈ અમુભાઇ વિરડા દ્વારા કરવામાં આવી હતી.

error: Content is protected !!