બીજી માર્ચે યોજાનારા પરિણયોત્સવમાં દાતાઓ ઉદાર હાથે વરસી પડ્યા બાલાશ્રમની દીકરીઓના લગ્નોત્સવના આયોજકોની ચીજો ન દેવા અપીલ પાંચ દીકરીને ફિક્સ્ડ ડિપોઝિટ આપવાની હોઈ રોકડ આપવા અપીલ.

Loading

ગોંડલના બાલાશ્રમની પાંચ દીકરીના લગનિયાં લેવાયા છે અને તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દીકરીઓને જીવન જરૂરી તમામ દોઢસોથી વધુ ચીજવસ્તુઓ કરિયાવરમાં આપવાનું નક્કી થયું છે અને તેના અનુસંધાને આયોજકોએ દાતાઓ પાસેથી નિયત વસ્તુઓ તો એકઠી કરી જ લીધી છે પરંતુ દાતાઓની અવિરત સરવાણીથી હવે સ્થિતિ એવી આવી છે કે આયોજકોએ ચીજવસ્તુઓ ન આપવા અપીલ કરવીપડી છે અને કહ્યું કે દીકરીઓને આર્થિક મદદ મળી રહે તે હેતુથી ફિક્સ્ડ ડિપોઝિટ આપવાની હોઈ, જેમને મદદ કરવી હોય તે રોકડની મદદ કરે.

 

ગોંડલનાં સાંસ્કૃતિક સર્જક અને પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિંહજી એ સ્થાપેલા અને હાલ નગરપાલિકા દ્વારા સંચાલિત બાલાશ્રમની પાંચ દિકરીઓ નાં લગ્ન આગામી તા.2 માર્ચનાં શાહી ઠાઠમાઠ સાથે યોજાનાર છે. ત્યારે દિકરીઓનાં કરિયાવર માટે દાતાઓને અપીલ કરાઈ હોય દાતાઓ વરસી પડ્યા હતા.

પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની દેખરેખ હેઠળ લગ્નની તડામાર તૈયારીઓ થઈ રહી છે. આયોજક અશોકભાઈ પીપળીયા, મનસુખભાઈ સખીયા અને બાલાશ્રમનાં ચેરમેન અનિતાબેન રાજ્યગુરુએ જણાવ્યું કે વિવિધ દાતાઓ તરફથી કરિયાવરમાં એસી, ફ્રીજ, વોશિંગ મશીન, સોફાસેટ,સોના ચાંદીનાં દાગીના સહિત બસ્સોથી વધુ ચીજવસ્તુઓ મળી છે.

હવે કોઈ વસ્તુઓ નહી આપવા, દિકરીઓનાં નામની ફિક્સ ડિપોઝિટ કરવા નક્કી કરાયુ હોય આર્થિક યોગદાન આપવા અપીલ કરાઈ છે.

error: Content is protected !!