ગોંડલ માં પતિએ ઉશ્કેરાઇ જઇ પત્નિને છરીનાં બે ઘા ઝીકી હત્યા કરી:પત્નિ રિસાઈ ને માસીયાઇ ભાઇને ત્યાં ચાલી ગઇ હોય તે મારું નાક કપાવ્યુ તેવુ કહી પતિ હેવાન બની પત્નિને રહેંસી નાખી:હત્યારો પતિ ગણતરીની કલાકોમાં જડપાયો.

Loading

ગોંડલ ની સિવિલ હોસ્પિટલ સામે નદીનાં ખાડામાં માતાજીનાં માંડવામાં આવેલા પતિ પત્નિ વચ્ચે બોલાચાલી થતા સમાજમાં તે મારુ નાક કપાવ્યું હવે હું તારુ નાક કાપીશ તેવુ કહી ઉશ્કેરાયેલા પતિએ પત્નિને છરીનાં ઘા મારી દેતા લોહીલુહાણ હાલત માં સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી.પરંતુ ગંભીર હાલત હોય વધુ સારવાર માટે રાજકોટ ખસેડાતા છરીનાં ઘા જીવલેણ નિકળતા તેનું મોત નિપજ્યુ હતુ.

 

બનાવ નાં પગલે એ’ડીવીઝન પોલીસ સ્ટેશન નાં પીઆઇ. આનંદ ડામોર ઘટના સ્થળે દોડી જઇ તપાસ નાં ચક્રોગતિમાન કરી નાશી છુટેલા હત્યારા દિનેશ ને ગણતરીની કલાકો માં જડપી લઇ પુછપરછ હાથ ધરી હતી.શંકાનાં કારણે પત્નિની હત્યા કર્યા નુ બહાર આવ્યુ હતુ.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ નાં વોરાકોટડા રોડ પંચપીર ની દરગાહ પાસે રહેતી મનિષાબેન દિનેશભાઈ ડાભી ઉ.24 ગત રાત્રે તેના પતિ દિનેશભાઈ ડાભી સાથે સિવિલ હોસ્પિટલ ની સામે નદીનાં ખાડામાં માતાજીનાં માંડવાનો પ્રસંગ હોય આવી હતી.ત્યાં અન્ય પરિવારજનો પણ હાજર હતા.ત્યારે મનિષાબેન પંદર દિવસ પહેલા તેનાં કૌટુંબિક માસીયાઇ ભાઇને ત્યાં અમદાવાદ જતી રહી હોય તે વાતે પતિ પત્નિ જગડી પડ્યા હતા.તે સમયે ઉશ્કેરાયેલા દિનેશે છરી કાઢી તારાં માસીયાઇ ભાઇ પાસે જઈ તે સમાજ માં મારુ નાક કપાવ્યુછે.હવે હું તારું નાક કાપીશ.તેવુ કહેતા છરી જોઇને મનિષા ભાગવા જતા દિનેશે મનિષાનાં ની પીઠમાં છરીનાં ઉપરાછાપરી ઘા ઝીંકી દઇ ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

પંદર દિવસ પહેલા મનિષા અને દિનેશ વચ્ચે ઉગ્ર જગડો થયો હોય મનિષા રિસાઈ ને સંતાનોને લઇ ને દુરનાં માસીયાઇ ભાઇ વિજય નાં ઘરે અમદાવાદ જતી રહી હતી.

બે ત્રણ દિવસ બાદ મનિષા એ દિનેશને ફોન કરી તેડી જવા કહ્યુ હતુ.તેથી દિનેશ મનિષાને ગોંડલ ઘરે તેડી લાવ્યો હતો.પણ પત્નિ સાથેના થયેલા જગડા બાદ મનિષા અમદાવાદ જતી રહી હોય તે બાબતે દિનેશ મનોમન ધુંધવાતો હતો.માતાજીનાં માંડવા નાં પ્રસંગ માં આ વાત ફરી ઉખડતા ધુંધવાયેલા દિનેશે મગજ પરનો કાબુ ગુમાવી પત્નિને છરીનાં ઘા ઝીંકી દઇ રહેંસી નાખી હતી.


મૃતક મનિષાનાં પરીવારજનો પાસેથી જાણવા મળેલ કે મનિષાએ ભંગારની ફેરી કરતા દિનેશ સાથે પાંચ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા.લગ્ન જીવનથી એક દિકરો અને એક દિકરી એમ બે સંતાનની પ્રાપ્તિ થઇ હતી.છેલ્લા કેટલાક દિવસોથી દિનેશ શંકા કરી પત્નિ સાથે જગડો કરતો હતો.આખરે આ જગડો હત્યામાં પરિણમ્યો હતો.દિનેશનાં આ બીજા લગ્ન છે.અગાઉ ની પત્નિ સાથે છુટાછેડા લીધા હતા.તેને આગલા ઘરનાં બે સંતાન છે.હત્યાનો ભોગ બનેલી મનિષા આઠ બહેનો અને બે ભાઇઓ નાં પરીવાર માં ચોથા નંબરની હતી.પોલીસે દિનેશ ને જડપી લઇ પુછપરછ હાથ ધરીછે.

error: Content is protected !!