મહાલક્ષ્મી મંદિર નાં જીર્ણોધ્ધાર માટે મુહૂર્ત કરાયુ:આગામી સાત મહીનામાં કામ પરીપુર્ણ થશે:રાજાશાહી સમય નાં મંદિર ની રુ.ચાલીસ લાખ નાં ખર્ચે નવીનીકરણ કરાશે.
ગોંડલ ની નાની બજાર વચલીશેરી માં આવેલા ૩૫૦ વર્ષ જુના પુરાતન મહાલક્ષ્મી મંદિર નો જીર્ણોધ્ધાર કરી કાયાપલટ કરવા પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથા નાગરિક બેંક નાં ચેરમેન અશોકભાઈ પીપળીયાએ સંકલ્પ કર્યા બાદ આયોજન ને જડપભેર પાર પાડવા મહાલક્ષ્મી મંદિર ખાતે આજરોજ મહાઆરતી કરી હતી.
ત્યારબાદ અશોકભાઈ પીપળીયા તથા વડવાળી જગ્યાનાં મહંત સીતારામ બાપુનાં હસ્તે જીર્ણોધ્ધારનું મુહૂર્ત કરાયુ હતુ. આગામી સાત થી આઠ મહીનામાં મંદિરનું જીર્ણોધ્ધારનું કાર્ય પૂર્ણ કરાશે, રાજાશાહી સમયમાં ગોંડલની ગાદી સ્થાપનાર ભા’કુંભાજી એ મહાલક્ષ્મી મંદિરનાં નિર્માણ માટે વચલી શેરીમાં જમીન ફાળવી હતી.
જીર્ણોધ્ધાર મુહુર્ત સમયે શહેર ભાજપ પ્રમુખ પિન્ટુભાઈ ચુડાસમા,સમીરભાઈ કોટડીયા,બાંધકામ કમીટી ચેરમેન જગદીશભાઈ રામાણી,સંજયભાઈ ધીણોજો,જેકીભાઈ પરમાર, નલીનભાઇ જડીયા કિશોરભાઈ ધડુક,નિર્મળાબેન ધડુક સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.