ગોંડલ નાં બાલાશ્રમ માં શરણાઇ ગુંજશે:પાંચ દિકરીઓ નાં લગ્ન યોજાશે:સમસ્ત ગોંડલ માવતર બનશે:શાહી ઠાઠમાઠથી યોજાશે લગ્નોત્સવ:અશોકભાઈ પીપળીયાની આગેવાની હેઠળ તડામાર તૈયારીઓ શરુ.

Loading

ગોંડલ નાં પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિહજી એ અનાથ લોકોની પનાહ માટે નિર્માણ કરેલા બાલાશ્રમ માં આગામી તા.2 માર્ચ નાં બાલાશ્રમ માં પનાહ લઇ લગ્ન લાયક બનેલી પાંચ દિકરીઓ નાં યોજાનાર લગ્ન ને લઇને પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા અને નાગરિક બેંક નાં ચેરમેન અશોકભાઈ પીપળીયા ની નિશ્રામાં યોજાયેલ મિટીંગમાં લગ્ન ધામધૂમપૂર્વક અને શાહી ઠાઠમાઠ થી યોજાય તેવું આયોજન કરાયુ હતુ.મિટિંગ માં વરપક્ષ નાં માતાપિતા સહિત પરીવારજનો પણ ઉત્સાહ ભેર ઉપસ્થિત રહ્યા હતા.


નગરપાલીકા સંચાલીત બાલાશ્રમ ની પાંચ દિકરીઓ લગ્ન લાયક થતા તેનાં માટે યોગ્ય મુરતિયા ની પસંદગી સંપ્પન થયા બાદ હવે લગ્નોત્સવ ની તૈયારીઓ શરુ કરાઇ છે.


ગત પાંચ વર્ષ પહેલા સાત દિકરીઓ નાં લગ્ન ધાધધુમથી સંપ્પન થયા હતા.ત્યારે લગ્નોત્સવ નાં આયોજન ને સફળ બનાવનારાં નાગરિક બેંક નાં ચેરમેન અશોકભાઈ પીપળીયાને ધારાસભ્ય ગીતાબા જાડેજાએ ફરીવાર જવાબદારી સોંપીછે.જે માટે અશોકભાઈ પીપળીયાએ નગરપાલિકા સહિત આગેવાનો અને શહેરની વિવિધ સંસ્થાઓ ને સાથે રાખી ટીમવર્ક શરુ કર્યુ છે.


કન્યાઓને કરીયાવર માં 100થી વધુ ઘરવખરી ની ચીજ વસ્તુઓ અપાશે. લગ્નોત્સવ નાં પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા પરીવાર તથા પુર્વ સાંસદ રમેશભાઈ ધડુક મુખ્ય દાતા છે.ઉપરાંત નગરપાલિકા તથા નાના મોટા દાતાઓ પણ સહયોગી બન્યાછે.


અશોકભાઈ પીપળીયાએ જણાવ્યું કે
જયરાજસિહ જાડેજા લગ્નોત્સવ માં કોઇ કચાશ ના રહી જાય તે માટે માર્ગદર્શક બન્યાછે.વરરાજાઓ નું શાહી સ્વાગત માંડવીચોક ટાઉનહોલ થી કરી પુરા ઠાઠમાઠ સાથે વરઘોડો પ્રસ્થાન થનારછે.સમગ્ર ગોંડલ માવતર બની દિકરીઓ ને વિદાય આપશે.લગ્નોત્સવ માં ગોંડલ નાં રાજવી હિમાંશુસિહજી ઉપરાંત ધારાસભ્યો,સાંસદો અને આગેવાનો ઉપસ્થિત રહેનાર છે.
મીટીંગ માં પાલીકા પ્રમુખ અશ્ર્વીનભાઇ રૈયાણી,ઉપપ્રમુખ પરીતાબેન ગણાત્રા,કારોબારી અધ્યક્ષ ક્રિપાલસિંહ જાડેજા,બાંધકામ ચેરમેન અનિતાબેન રાજ્યગુરુ, પ્રફુલભાઈ ટોળીયા,નૈમિશભાઈ ધડુક, શહેર ભાજપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ ચુડાસમા ,સમીરભાઈ કોટડીયા સહિત, પાલીકા સદસ્યો અને આગેવાનો,કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!