ગોંડલ શહેર માંથી સાત જુગારીઓ ને ગંજીપતાના પાના વડે તીનપત્તી નો જુગાર રમતા રોકડા રૂ. ૧,૦૭,૩૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ.૧,૮૭,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ સાહેબનાઓએ પ્રોહી-જુગાર ડ્રાઇવ અનુસંધાને ગણનાપાત્ર કેસો શોઘી કાઢવા સુચના કરતા આજરોજ એલ.સી.બી શાખાના પો.ઈન્સ. વી.વી.ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી શાખાના પો.સબ.ઇન્સ. એચ.સી.ગોહીલ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગ માં હોય જે દરમ્યાન એલ.સી.બી. શાખાના પો.હેઙકોન્સ. ભગીરથસિંહ જાડેજા તથા અનીલભાઇ ગુજરાતી તથા વાઘાભાઇ આલ તથા પો.કોન્સ.ભાવેશભાઇ મકવાણા ને મળેલ સયુક્ત હકિકત આધારે યશ ચંદુભાઇ સોજીત્રા રહે.ગોંડલ ભગવતપરા પટેલવાડી સોસાયટી વાળાના ગોંડલ ધારેશ્વર રોડ માર્કેજ સ્કુલ સામે આવેલ કબ્જા ભોગવટાના ખેતરવાડીના મકાનમા જુગાર રમતા સાત જુગારીઓને પૈસા તથા ગંજીપતાના પાના વતી તીન પત્તી (રોન પોલીસ) નો નસીબ આધારીત હારજીત નો જુગાર રમતા રોકડા રૂ. ૧,૦૭,૩૦૦/- મળી કુલ મુદામાલ રૂ. ૧,૮૭,૩૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહિ કરેલ છે.

મુદ્દા માલ સાથે પકડાયેલ આરોપીઓ
(૧) યશ ચંદુભાઇ સોજીત્રા ઉ.વ.૨૫ રહે.ગોંડલ ભગવતપરા પટેલવાડી સોસાયટી
(૨) બટુકભાઇ પરષોતમભાઇ ચોવટીયા ઉ.વ. ૫૪ રહે- ગોંડલ, ભગવતપરા શેરી નં.૭/૮, પટેલ વાડી સામે
(૩) મુકેશભાઇ ઉર્ફે મુન્નાભાઇ નાથાભાઇ સાવલીયા ઉ.વ. ૫૪ રહે- ગોંડલ, ભગવતપરા પટેલ વાડી શેરી નં-૫
(૪) રામદેવસીંહ બહાદુરસીંહ ઝાલા ઉ.વ. ૪૮ રહે.રાજકોટ સંતકબીર રોડ ન્યુ શક્તી સોસાયટી
(૫) હરેશભાઇ ઉર્ફે હીરાભાઇ ગોવાભાઇ ચાંડપા ઉ.વ.૫૦ રહે. મુ.કાળીપાટ તા.જી.રાજકોટ
(૬) હરેશભાઇ ઉર્ફે ભુરો વીહાભાઇ પલાળીયા ઉ.વ.૩૨ રહે.રાજકોટ નવાગામ છપ્પનીયુ શેરી નં-૬
(૭) શોભનાબેન વા/ઓફ પ્રવીણભાઇ નંદલાલભાઇ જોશી ઉ.વ.૫૪ રહે.રાજકોટ લક્ષ્મીવાડી હા. ક્વા.નં-૧૯૪
કબજે કરેલ મુદામાલ
(૧) રોકડા રૂપીયા ૧,૦૭,૩૦૦/- (૨) મોબાઇલ ફોન નંગ- ૭ કિ.રૂ. રૂ. ૪૦,૦૦૦/- (૩) મો.સા. વાહન નંગ-૨ કી.રૂ.૪૦,૦૦૦/- (૪) પાથરણ- ૧ કી.રૂ. 00,00/-મળી કુલ મુદામાલ કિ.રૂ. ૧,૮૭,૩૦૦/-
સફળતા પૂર્વક કામગીરી કરનાર ટીમ-
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય પોલીસ ઈન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.શ્રી એચ.સી.ગોહીલ તથા એ.એસ.આઇ. બાલકૃષ્ણભાઇ ત્રીવેદી તથા પો. હેડ કોન્સ. અનીલભાઇ ગુજરાતી તથા ભગીરથસીંહ જાડેજા તથા વાઘાભાઇ આલ તથા ભાવેશભાઇ મકવાણા તથા પો. કોન્સ. મહીપાલસીંહ ચુડાસમા તથા ડ્રા.પો.હેઙકોન્સ. વીરમભાઇ સમેચા નાઓ દ્વારા કરવામાં આવેલ છે.