ગોંડલ તાલુકાનાં રીબડા માં અનિરુદ્ધ સિંહની વાડીમાં જુગાર કલબ પર દરોડો.


રીબડામાં અનિરૂધ્ધસિંહની વાડીમાં જુગાર કલબ પર દરોડોરીબડામાં અનિરૂધ્ધસિંહની વાડીમાં જુગાર કલબ પર દરોડોરીબડામાં અનિરૂધ્ધસિંહની વાડીમાં જુગાર કલબ પર દરોડોજુગારીઓને એક સ્થળેથી કલબ પર લઇ આવવા ફોરચ્યુનર કારનો ઉપયોગ કરાતો હતો : પોલીસ અધિકારીઓ પર ભલામણોનાં ફોન રણકયા ! : સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ જુગાર કલબ ધમધમતી હતી ? : એસ.પી. બલરામ મીણા દ્વારા આકરા પગલા લેવામાં આવશે : 18 શખ્સો ઝડપાયા : ઘણા સમયથી આ જુગાર કલબ ચાલતી હોવાની જબરી ચર્ચા : ફરાર અનિરૂધ્ધસિંહને દબોચી લેવા પોલીસનાં ચક્રો ગતિમાન

ગોંડલ તાલુકાના રીબડા ગામે અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજાના ફાર્મ હાઉસમાં ધમધમતી જુગાર કલબ પર દરોડો પાડી 18 જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. અને રોકડ 8.13 લાખ કાર, મોબાઇલ ફોન મળી રૂપિયા ર4.39 લાખનો મુદામાલ કબ્જે કરાયો છે.સ જોકે અનિરૂધ્ધસિંહ જાડેજા સ્થળ પરથી હાજર મળી ન આવતા તેને પકડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે.

ઘણા સમયથી ચાલતી જુગાર કલબ પર એસપી બલરામ મીણાના સીધા માર્ગદર્શન હેઠળ દરોડો પાડવામાં આવ્યો હતો. એલસીબી પી.આઇ. એમ.એન. રાણાની ફરિયાદ પરથી જુગારધામની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.સ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઇકાલે રાત્રે આઠેક વાગ્યે પી.આઇ. રાણા સાથે હેડ કોન્સ્ટેબલ રવિદેવભાઇ બારડ, અનિલભાઇ ગુજરાતી, બ્રિજરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાઘેલા, પીએસઆઇ એચ.ડી. હિંગરોજા, એએસઆઇ ઉપેન્દ્રસિંહ જાડેજા, પરવેઝભાઇ સમા, જયવીરસિંહ રાણા, અમિતભાઇ કનેરીયા, ધર્મેન્દ્રસિંહ ચાવડા, હિતેષ અગ્રાવત, અતુલભાઇ ડાભી, વિજયગીરી ગોસ્વામી ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે એસ.ઓ.જ. એ.આર. ગોહિલને બાતમી મળી હતી કે રીબડા ગામે સીમમાં રીબ તરફ જવાના રસ્તે આવેલી વાડીના મકાનમાં રઘુવિરસિંહ ઉર્ફે દિપકસિંહ બહાદુરસિંહ જાડેજા નામનો વ્યકિત બહારથી વ્યકિતઓને બોલાવી જુગાર કલબ ચલાવી રહયો છે. બાતમી વાળા સ્થળે દરોડો પાડતા દિપકસિંહ સહિત 18 જુગારીઓ પકડાયા હતા. વાડી અનિરૂધ્ધસિંહ મહિપતસિંહની હોવાની જાણ થતા તેમના સામે પણ ગુનો નોંધાયો હતો.

જુગારધામમાં પતા ટીંચતા લોકોને લાઇટ, પાણી, જુગાર રમવાના ટોકન સહિતની સુવિધા પુરી પાડવામાં આવતી હતી. એટલું જ નહીં આવવા-જવા ખાસ ફોર્ચ્યુન કારનો ઉપયોગ થતો હતો. દરોડા દરમિયાન 8,13,000 ની રોકડ, રૂ.1,26,000 ની કીંમતના 23 મોબાઇલ ફોન, 15 લાખની કીંમતની કાર મળી રૂ.ર4,39,000 નો મુદામાલ કબ્જે કરાયો હતો. દરોડાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓના ફોન રણકયા હતા.

ચર્ચા મુજબ રાજકીય ભલામણોના ઢગલાં થયા હતાં. તેમ છતા એસ.પી. બલરામ મીણાની રાહબારીમાં કડક પગલાં લેવાયા હતા.સ ફાર્મ હાઉસમાંથી હાજર નહીં મળી આવનાર અનિરૂધ્ધસિંહ જાડેજાને પકડી પાડવા પોલીસની એક ટીમ તપાસમાં લાગી હોવાનું જાણવા મળ્યું છે.

error: Content is protected !!