ગોંડલ વેરીતળાવ માંથી ચાર દિવસ પહેલા મળેલ અજાણી સ્ત્રીની લાશની ઓળખ મેળવી ખુનના ગુનાનો ભેદ ઉકેલતી રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન અ.મોત નંબર- ૦૪/૨૦૨૫ બી.એન.એસ.એસ. કલમ- ૧૯૪ ના કામે ગોંડલ વેરીતળાવ ની પાણીની ટાંકી માંથી અજાણી સ્ત્રીની લાશ મળી આવેલ હોય તે લાશ હબીબશા હુસેનશા શાહમદાર રહે.ગોંડલ વાળા સાથે તેની પત્ની તરીકે રહેતી દિપાબેન દેવીપુજક ની હોય અને આ દિપાબેન દેવીપુજકને હબીબશા શાહમદારના સગીરવયના પુત્ર એ વેરીતળાવના પાણીમાં નાંખી તેનુ મોત નિપજાવેલ છે તેવી ચોકકસ અને ભરોસાપાત્ર હકિકત મળતા જે આધારે હબીબશા હુસેનશા શાહમદાર જાતે.ફકીર ઉ.વ.૪૫ ધંધો. કલરકામ તથા રીક્ષા ડ્રાઇવીંગ રહે. હાલ ગોંડલ, ભગવતપરા, કંટોલીયા રોડ, નદીના કાંઠે, તા.ગોંડલ, જી.રાજકોટ, તથા રાજકોટ, રૈયા ચોકડી પાસે, મુળ નિકાવા ગામ, તા.કાલાવડ, જી.જામનગર તથા તેના સગીરવયના પુત્ર નાઓને પુછપરછ માટે બોલાવી તેઓની પુછપરછ કરતા હબીબશા હુશેનશા શાહમદાર નાઓ સાથે દિપાબેન દેવીપુજક ઉ.વ. આશરે 30 વાળી છેલ્લા બેક વર્ષથી તેની પત્ની તરીકે સાથે રહેતી હોય જે તેના સગીરવયના પુત્રને ગમતું ન હોય જેથી આજથી પંદરેક દિવસ પહેલા હબીબશા શાહમદારના સગીરવયના પુત્રએ દિપાબેન દેવીપુજક ઉ.વ.૩૦ વાળીને પોતાના એકટીવા મોટર સાયકલમાં બેસાડી ગોંડલ વેરીતળાવ ખાતે લઇ જઇ ત્યાં તેની સાથે બોલાચાલી થતા મરણ જનાર દિપાબેનન દેવીપુજકને પાટુ મારી વેરીતળાવના પાણીમાં નાખી દઇ તેનુ મોત નિપજાવેલ હોવાની કબુલાત આપેલ છે.
અને આ વણઓળખાયેલ લાશની ઓળખ મેળવી આરોપી વિરૂધ્ધ ગોંડલ સીટી બી ડીવી પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૮૦/૨૦૨૫ બી.એન.એસ. કલમ- ૧૦૩(૧) મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી આરોપી સગીરવયનો હોય જેથી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સારુ ગોંડલ સીટી બી ડીવી પો.સ્ટે. ખાતે સોંપી આપેલ છે.
આરોપી:-(૧) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર.
તપાસ દરમ્યાન ખુલેલ હકિકત- આ કામે મરણ જનાર દિપાબેન ડો.ઓ. જેન્તીભાઇ જીવાભાઇ સોલંકી જાતે.દેવીપુજક ઉ.વ.૨૫ રહે. બગસરા જેતપુર રોડ જી.અમરેલી વાળી આઠેક વર્ષ પહેલ જગદીશભાઇ સોલંકી રહે.ભગવતીપરા રાજકોટ વાળા સાથે ભાગીને જતી રહેલ હોય બાદ જગદીશભાઈ સોલંકી સાથે તેને અણબનાવ બનતા આ દિપાબેન છેલ્લા બેક વર્ષથી હબીબશા હુશેનશા શાહમદાર સાથે તેની પત્ની તરીકે રહેતી હતી અને હબીબશા શાહમદારને પણ તેની પત્ની રૂકશાનાબેન સાથે છેલ્લા પંદરેક વર્ષથી બનતુ ન હોય અને તેની પત્ની રૂકશાનાબેન તેના ત્રણ સંતાનો સાથે હબીબશા શાહમદાર થી અલગ રહેતી હોય અને આ દરમ્યાન હબીબશા અને દિપાબેન બન્ને વચ્ચે પ્રેમસબંધ હોવાની જાણ હબીબશા શાહમદાર ના સગીસ્વયના પુત્રને થઇ જતા તેને તેઓ બન્ને વચ્ચે રહેલ સબંધો ગમતા ન હોય જેથી આજથી પંદરેક દિવસ પહેલા હબીબશા શાહમદારના સગીરવયના પુત્રએ દિપાબેનને પોતાના એકટીવા મોટર સાયકલમાં બેસાડી ગોંડલ વેરીતળાવ ખાતે લઇ જઇ ત્યાં તેની સાથે બોલાચાલી થતા મરણ જનાર દિપાબેન ને પાટુ મારી વેરીતળાવના પાણીમાં નાખી દઇ તેનુ મોત નિપજાવેલ છે.
કામગીરી કરનાર ટીમ – આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એચ.સી.ગોહીલ તથા એ.એસ.આઇ. બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, અમિતસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ. અનીલભાઈ ગુજરાતી. વાઘાભાઇ આલ, ભગીરથસિંહ જાડેજા, રસીકભાઈ જમોડ, ધર્મેશભાઇ બાવળીયા, ઘનશ્યામસિંહ જાડેજા તથા પો.કોન્સ. મહીપાલસિંહ ચુડાસમા, ભાવેશભાઇ મકવાણા, વિરમભાઈ સમેચા વિગેરે સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.