રીબડામાં યોજાયેલ મહારક્તદાન કેમ્પ માં રેકોર્ડ સર્જાયો:5419 બોટલ રક્ત એકત્રીત થયુ:વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માં સ્થાન પ્રાપ્ત કર્યુ.

Loading

ગોંડલ નાં રીબડા ખાતે આરએઆર ફાઉન્ડેશન દ્વારા માજી ધારાસભ્ય સ્વ.મહિપતસિંહ જાડેજાની દ્વિતિય પુણ્યતિથીએ યોજાયેલ મહારક્તદાન કેમ્પ માં સવારથી રક્તદાતાઓ ની કતારો લાગી હતી.બપોર નાં કેમ્પ પુર્ણ થતા 5419 બોટલ રક્ત એકત્રીત થતા રેકોર્ડ સર્જાયો હતો. અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માં નોંધ લેવાઇ હતી.

કેમ્પ માં હાજર વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન નાં ગુજરાત નાં ચેરમેન ડો.અશ્ર્વિન પંડ્યાએ મહારક્તદાન કેમ્પ નાં આયોજક રાજદિપસિંહ જાડેજા તથા અનિરુદ્ધસિંહ જાડેજાનું પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.

અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બ્રિટિશ સંસ્થા દ્વારા બ્રિટિશ પાર્લામેન્ટમાં સન્માન માટે આગામી માર્ચ મહીનામાં રાજદિપસિંહ જાડેજાને આમંત્રણ પાઠવાયુ હતુ.વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બ્રિટિશ એપીલેશન સંસ્થાછે.જે ભારત સરકાર દ્રારા માન્યતા ધરાવેછે.

રીબડા ખાતે આરએઆર ફાઉન્ડેશન નાં પ્રણેતા રાજદિપસિંહ જાડેજા દ્વારા મહારક્તદાન કેમ્પ નુ આયોજન કરાયુ હતુ.જેમાં ગોંડલ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ની દશ જેટલી બ્લડ બેંકોએ સેવા આપી હતી.

રક્તદાન કેમ્પ માં પાંચ કલાક માં રક્ત ની પાંચ હજાર બોટલો એકઠી થઇ હતી.અને પુર્ણ થતા 5419 બોટલો એકત્રીત થઇ હતી.

રક્તદાન કેમ્પ માં લગ્ન મંડપમાં થી વરરાજા જયદીપસિંહ જાડેજા વાજતે ગાજતે રક્તદાન કરવા આવતા લોકોમાં આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા.

મહારક્તદાન કેમ્પ માં રાજસ્થાન નાં ધારાસભ્ય રવિન્દ્ર ભાટી સહીત મહાનુભાવો અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.આરએઆર ફાઉન્ડેશન નાં રાજદિપસિંહ જાડેજાએ જણાવ્યુ કે હાલ રક્ત ની અછત હોય એકત્રીત રક્ત રોગથી પીડિત ગરીબ દર્દીઓ અને ખાસ કરીને થેલેસેમિયા પીડિત બાળકોને વિનામૂલ્યે અપાશે.

error: Content is protected !!