એશિયાટીક કોલેજ માં ભારત નાટ્યમ દ્વારા ભારતીય સંસ્કૃતિ ના મૂલ્યો ઉજાગર કરાયા.
ભારતીય શાસ્ત્રીય ગીત સંગીત અને સંસ્કૃતિ નાં પ્રચાર પ્રસાર કરતી સંસ્થા spicmacay અને એશિયાટીક એન્જીનીયરિંગ કેમ્પસ દ્વારા ગોંડલ ની એશિયાટીક કોલેજ ખાતે તા.29 બુધવાર નાં સંગીત નાટક અકાદમી એવોર્ડ પુરસ્કૃત કલાકાર ડો.મંદાક્રાંતા રોય પ્રસ્તુત ભારત નાટ્યમ નૃત્ય નો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સંગીત કલા નાટ્યએકેડેમી દ્વારા પુરસ્કૃત એવા ડો.મંદાક્રાંતા રોય નાં ભારત નાટ્યમ નૃત્ય ની સાથે વૈંકટેશ્ર્વર કુપ્પુસ્વામી એ ગાયન, વિગ્નેશ જયરમણ મૃદંગમ, સૌમ્યા કન્નન વાયોલીન તથા મોહના ઐયરે નટ્ટુવાંગમે કલા પ્રસ્તુતિ કરી હતી.
આ કાર્યક્રમ માં મુખ્ય મેહમાન તરીકે એશિયાટીક કોલેજ ના સ્થાપક પ્રમુખ અને સૌરાષ્ટ્ર ના જાણીતા રાજકીય અગ્રણી શ્રી ગોપાલભાઈ ભુવા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના બોર્ડ ઓફ એકાઉન્ટેન્સી ના ચેરમેન ડો.નિર્મલસિહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ગોપાલભાઈ ભુવા એ આ તકે ભારતીય સંસ્કૃતિ ના નૈતિક મૂલ્યો નું મહત્વ સમજાવી યુવા ઈજનેરો ને તથા ઉપસ્થિત નગરજનો ને વિશેષ પ્રોત્સાહિત કર્યા હતા.