ગોંડલ માં ઐતિહાસિક ભુરાબાવાનો ચોરો રામજી મંદિર નાં જીર્ણોધ્ધાર ને એક વર્ષ પુરુ થતા મહાઆરતી યોજાઇ:ચોકનુ અયોધ્યા ચોક નામકરણ કરાયુ.
મહાલક્ષ્મી મંદિર નાં જીર્ણોધ્ધાર નો સંકલ્પ કરતા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા:
ગોંડલ નાં ૧૬૫ વર્ષ જુના ઐતિહાસિક ભુરાબાવાનાં ચોરા ને જીર્ણોધ્ધાર કરાયાને એક વર્ષ પુર્ણ થતા મહાઆરતીનું આયોજન કરાયુ હતુ. સાથોસાથ આ ચોકનું અયોધ્યા ચોક નામકરણ કરાયુ હતુ. ઉમટી પડેલા હજારો લોકોએ મહાઆરતી નો લ્હાવો લીધો હતો.આ સમયે ફરીએક ઇતિહાસ જીવંત થયાનાં દ્રશ્યો સર્જાયા હતા.
રાજાશાહી સમયનાં ઇતિહાસ ને સંઘરી બેઠેલા ભુરાબાવાનાં ચોરાનો જીર્ણોધ્ધાર કરવાનુ વિચારબીજ ભાજપ મોવડી અને નાગરિક બેંકનાં ચેરમેન અશોકભાઈ પીપળીયાએ રોપ્યા બાદ પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ દાતા તરીકે સરાહનીય ભુમીકા અદા કરતા એક વર્ષ પહેલા અયોધ્યામાં ભગવાન શ્રીરામ ની મુર્તીની પ્રાણ પ્રતિષ્ઠાનાં પાવન દિવસેજ જીર્ણોધ્ધાર કરાયેલા ભુરાબાવાનાં ચોરાને ફરી ધબકતો કરી રામદરબાર ની આરતીનો ઘંટારવ ગુંજતો કરાયો હતો.
અશોકભાઈ પીપળીયાએ પોતાનાં સચ્યુત વિચાર ને જીવંત કરવા શહેરની વિવિધ સંસ્થાઓ, મંડળોને સાથે રાખી જીર્ણોધ્ધાર માટે જહેમત ઉઠાવી હતી.જેના પરીણામ સ્વરુપ દોઢ સદી જુનો ભુરાબાવાનો ચોરો નવા કલેવર સાથે દૈદિપ્યમાન બની ઇતિહાસ ની ગવાહી આપતો ઉભો છે.
મહા આરતીમાં ગોંડલ મહારાજા હિમાંશુસિહજી, ધારાસભ્ય ગીતાબા જાડેજા, પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પરિવાર સહીત આગેવાનો દ્વારા મહાઆરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. સાથોસાથ એકવર્ષ પહેલા જયરાજસિંહ જાડેજાએ આ ચોકને અયોધ્યા ચોકનું નામ અપાશે તેવુ આપેલુ વચન પુર્ણ કરી નામકરણ કર્યુ હતુ.
જયરાજસિંહ જાડેજાએ આ તકે જણાવ્યું કે હું અશોકભાઈ પીપળીયાનો આભારી છુ. તેમણે ભુરાબાવાનાં ચોરાની કાયાપલટ કરી ગોંડલને યાદગાર નજરાણું આપ્યું છે. જયરાજસિહ જાડેજાએ સંકલ્પ જાહેર કર્યો હતો કે શહેરનાં નાનીબજાર વચલીશેરીમાં આવેલા ૪૦૦ વર્ષ પુરાણા મહાલક્ષ્મી મંદિર નો પણ જીર્ણોધ્ધાર થશે. આ માટેનો ખર્ચ તેમના દ્વારા કરાશે. અશોકભાઈ પીપળીયા અને તેમની ટીમ આ કાર્ય ને પણ સફળતા પુર્વક પાર પાડે તેવું જણાવ્યું હતું.
જીર્ણોધ્ધારનાં સફળ આયોજક અશોકભાઈ પીપળીયાએ જણાવ્યું કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા વચન પરીપુર્ણ કરતા આ ચોક અયોધ્યા ચોક તરીકે ખુલ્લો મુકાયો છે. હવે આવા જ રાજાશાહી સમયનાં મહાલક્ષ્મી મંદિર નો જીર્ણોધ્ધાર તાકીદે શરુ કરી એક ઇતિહાસ ને ફરી જીવંત કરાશે.
મહાઆરતીમાં નૈમિશભાઈ ધડુક નગરપાલિકા પ્રમુખ અશ્ર્વીનભાઇ રૈયાણી, ઉપપ્રમુખ પરીતાબેન ગણાત્રા, કારોબારી અધ્યક્ષ ક્રિપાલસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ ચુડાસમા સહિત નગરપાલિકા સદસ્યો, આગેવાનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.