રાજકોટ કરિયાણાના વેપારી સુસાઇડ નોટ લખી ભેદી રીતે ગુમ થતા પોલીસે શોધખોળ શરૂ કરી.
કરિયાણાની દુકાનના સ્ટાફને દુકાને વહેલું આવવાનું જણાવી પોતે અડધું શટર બંધ કરી મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી એકટીવાની ચાવી છોડી જતા રહ્યા
રાજકોટ ગોવિંદરત્ન ગ્રીન સિટીમાં રહેતા અને કરિયાણાની દુકાન ધરાવતા વેપારી આધેડે સુસાઇડ નોટ લખી ભેદી રીતે ગુમ થઈ જતા પરિવારજનોએ પોલીસને જાણ કરતા તપાસનો દોર શરૂ થયો છે
પ્રાપ્ત વિગતો મુજબ ગોવિંદરત્ન ગ્રીનસીટી પુનિતનગર ખાતે રહેતા અને ઓમસાંઈ પ્રોવિઝન સ્ટોર નામે કરિયાણાની દુકાન ચલાવતા ગુણવંતભાઈ કરસનભાઈ ધામી (ઉંમર વર્ષ 51) વાળા એ સુસાઇડ નોટ લખી કાઉન્ટરના ખાનામાં છોડી, મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી અને એકટીવા બાઈક ની ચાવી પણ છોડીને ભેદી રીતે ગુમ થઈ જતા તેમના ભાઈ જગદીશભાઈ ધામી દ્વારા માલવીયાનગર પોલીસ મથક ખાતે ગુમસુધા અંગેની નોંધ કરાવતા હેડ કોન્સ્ટેબલ કે બી શેખલીયા એ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
પોલીસ ફરિયાદમાં જગદીશભાઈએ જણાવ્યું હતું કે ગુણવંતભાઈ દ્વારા લખવામાં આવેલ સુસાઇડ નોટમાં નોંધ કરી હતી કે તેઓ આર્થિક સંકળામણ ભોગવી રહ્યા છે, જેના કારણે તેઓ જઈ રહ્યા છે, તેમના પત્ની અને તેમના દીકરાનું ધ્યાન રાખશો તેવી વાત નો ઉલ્લેખ કર્યો છે.
રાજકોટના 51 વર્ષના આધેડે અચાનક જ સુસાઇડ નોટ લખી ભેદી રીતે ગુમ થઈ જતા પાછળથી તેમના પત્ની- પુત્ર અને ભાઈઓ સાથેનો પરિવાર શોક મગ્ન બન્યો હતો સગા વહાલા સહિત અનેક જગ્યાએ ગુણવંતભાઈને શોધવા દોડધામ કરી રહ્યા છે.