ગોંડલ-પતિને છોડીને પ્રેમી સાથે રહેતી યુવતીને પ્રેમીએ ઘરમાંથી કાઢી મુકતા યુવતીએ પ્રેમી સામે લગ્ન ની લાલચ આપી દુષ્કર્મ કર્યા ની પોલીસ માં ફરિયાદ કરી.
ગોંડલ માં રહેતી યુવતી પેતાના આઠ વર્ષ નાં પુત્ર સાથે પતિનું ઘર છોડી પ્રેમીસાથે સમજુતી કરાર કરી રહેતી હોય પ્રેમી લગ્નની લાલચ આપી શરીર સબંધ બાંધતો હોય યુવતીએ પ્રેમી ને લગ્ન કરવાનું કહેતા ઉશ્કેરાયેલાં પ્રેમીએ યુવતી અને દિકરાને ઘરમાંથી કાઢી મુકતા યુવતી પોલીસ સ્ટેશન પંહોચી હતી.અને પ્રેમી સામે દુષ્કર્મ અંગે ફરિયાદ કરતા પોલીસે પ્રેમી સામે ગુન્હો નોંધી પ્રેમીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ રહેતી પરિણીતાએ બી’ડીવીઝન પોલીસ માં કરેલી ફરિયાદ માં જણાવ્યું કે એક વર્ષ પહેલાં પોતે કોલેજચોક માં ઢોસા ખાવા ગઇ ત્યારે મદ્રાસ કાફે વાળા રવિ ધોળકિયા સાથે મિત્રતા થયેલી.બાદમાં અમે બન્ને અવાર નવાર ફોનમાં વાતચીત કરતા હતા.અને એકબીજા મળતા હતા.રવિએ મને કહેલ કે તું મારીસાથે રહેવા આવતી રહે હું તને અને તારાં દિકરાને રાખી લઇશ.અને તારા પતિ સાથે છુટાછેડા કરાવી આપીશ.અને આપણે બન્ને લગ્ન કરી લઇશુ.તેમ મને લગ્ન ની લાલચ આપી હતી. બાદ અમે બન્નેએ સમજુતી કરાર કર્યા હોય જેથી હું મારા દિકરાને લઇને રવિને ઘરે રહેવા લાગી હતી.
થોડો સમય જતા રવિ મારા દિકરાને સારી રીતે રાખતો ના હોય અને દિકરા બાબતે અવાર નવાર બોલાચાલી કરતો અને હું લગ્ન કરવાનું કહેતી તો રવિ મને સમજાવી દેતો અને અવાર નવાર મારી સાથે શરીર સબંધ બાંધતો.હું લગ્ન કરવાનું કહેતી તો બહાના બતાવતો હતો.ત્રણ દિવસ પહેલા મેં રવિને લગ્ન કરવાનું કહેતા તેણે મને અને મારા દિકરાને ઘરમાંથી કાઢી મુક્યા હતા. આમ રવિ હસમુખભાઈ ધોળકીયા રહે.મહાકાળીનગર વાળાએ લગ્ન ની લાલચ આપી સમજુતી કરાર કરી શારીરિક સંબંધ બાંધ્યા હતા.
પોલીસે રવિ ધોળકીયાનાં રીમાંન્ડ માટે તજવીજ હાથ ધરીછે.