ગોંડલ તાલુકાના પાટીદળ ગામેથી ૨૬ લાખથી વધુનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો.
ગોંડલ તાલુકાના પાટીદળ ગામે રેડ કરી રાજકોટ એલસીબી ટીમે દારૂની નાની મોટી ૩૫૦ પેટી જેમાં દારૂની બોટલ નંગ ૬૭૯૨ કીમત રૂ ૨૬,૦૩,૨૦૮ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ અને રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચનાથી આગામી ૩૧ ડીસેમ્બરના તહેવાર અનુસંધાને દારૂની પ્રવૃત્તિ કરતા ઈસમો પર વોચ રાખી દારૂની પ્રવૃતિઓ શોધી કાઢવા એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાટીદળ ગામમાં હાઈબોન્ડ જવાના રસ્તે ૧૦૦ વારીયા પ્લોટમાં બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં પડતર મકાનમાં આરોપી અજય ઉર્ફે પંકજ જેન્તીભાઈ મકવાણાએ વેચાણ અર્થે રાખેલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો
એલસીબી ટીમે સ્થળ પરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી પેટીઓ નંગ ૩૫૦ જેમાં દારૂની બોટલ નંગ ૬૭૯૨ કીમત રૂ ૨૬,૦૩,૨૦૮ ની કિમતનો જથ્થો કબજે લીધો છે અને આરોપી અજય ઉર્ફે પંકજ જેન્તી મકવાણા રહે પાટીદડ ગામ તા. ગોંડલ વાળ હાજર મળી આવ્યો ના હતો જેથી ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવી વધુ તપાસ ચલાવી છે
જે કામગીરીમાં એલસીબી રાજકોટ ગ્રામ્ય પીઆઈ વી વી ઓડેદરા, પીએસઆઈ એચ સી ગોહિલ, કે એમ ચાવડા, બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઇ આલ, રસિકભાઈ જમોડ, ઘનશ્યામસિંહ જાડેજા, મહિપાલસિંહ ચુડાસમા, ભાવેશભાઈ મકવાણા, દિલીપસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા સહિતની ટીમ જોડાયેલ હતી.