ગોંડલ ખાતે યોજાયેલ દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનો ૩૭૨ દિવ્યાંગોને મળ્યો લાભ: ૧૧૦ લાભાર્થી દિવ્યાંગોને રૂા. ૨૨ લાખથી વધુના ૧૯૫ સાધનો થશે એનાયત.

Loading

રાજય સરકારના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર તથા સંબંધિત વિભાગોના સહયોગથી તમામ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓ પૈકી દિવ્યાંગતાની કેટેગરી મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ માટે તાલુકા કક્ષાએ જ ખાસ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ યોજાઈ રહ્યા છે.

જેમાં ગોંડલ ખાતે લાભાર્થીઓને નિઃશુલ્ક સહાયક ઉપકરણ મળી રહે તેવા ઉદેશ્યને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ પી.જી.વી.સી.એલ.ના સી.એસ.આર ફંડ હેઠળ અલીમ્કો ઉજ્જૈન દ્વારા નિઃશુલ્ક દિવ્યાંગ સહાયક ઉપકરણ માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ૩૭૨ લાભાર્થીઓએ લાભ લીધો હતો.

આ કેમ્પમાં ૯૪ લાભાર્થીઓના નવા ડોક્ટરી સર્ટી/UDID, ૩૨ લાભાર્થીઓને PMJAY કાર્ડ, ૪૧ આભા કાર્ડ તથા ૧૦ વય વંદના કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા.

આ સાથે એલીમ્કો દ્વારા ૨૩ લાભાર્થીઓને મોટા્રાઈઝ બેટરી બાઈક, ૩૩ લાભાર્થીઓને ટ્રાઈસીકલ, ૨૮ લાભાર્થીઓને વ્હીલચેર, ૦૬ લાભાર્થીઓને ટી એલ એમ કીટ, ૪૮ લાભાર્થીઓને કાખ ઘોડી, ૨૧ લાભાર્થીઓને વોકિંગ સ્ટિક, ૦૬ લાભાર્થીઓને હિયરિંગ એડ, ૦૪ લાભાર્થીઓને સુગમ્ય કેન, ૦૪ લાભર્થીઓને સિલિકોન ફોમ, ૦૨ લાભાર્થી ને ટેટ્રા પોર્ડ, ૦૫ લાભાર્થી ને સેલ ફોન, ૦૫ લાભાર્થી ને ADL કીટ, ફોલ્ડેબલ વોકર ૦૫, જોયસ્ટીક વ્હિલચેર ૦૨, ટ્રીપોડ સાઇઝ ૦૩ વગેરે કુલ ૧૧૦ લાભાર્થીઓને રૂા.૨૨,૫૭,૪૮૨/- ના ૧૯૫ સહાયક ઉપકરણ તેમજ સમાજ સુરક્ષા કચેરી દ્વારા ૬૩ લાભાર્થીઓને યોજનાકીય લાભો મંજુર કરવામાં કરવામાં આવ્યા હતા.

error: Content is protected !!